પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

અરજી આપવા સબંધી અને તેની કાર્યવાહી

10/19/2019 10:43:07 AM

     અરજી આપવા સબંધી અને તેની કાર્યવાહી

  • અરજદાર પોતાની અરજી પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોકીમાં તથા પોલીસ કમિશનર ઓફિસમાં આપી શકે.
  • અરજદારની અરજીની તપાસ અગર અરજી લેવા બાબતે કોઈ અસંતોષ જણાય તો અરજદાર ઉપરી અમલદાર જેવા કે પોલીસ ઇન્સ્પેક્ટર, મદદનીશ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર (ક્રાઇમ અને ટ્રાફીક), પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી શકશે.
  • તેઓએ આપેલ અરજીની તપાસની વિગતો અંગે સંબંધિત પો.સ્ટે.માં પોલીસ ચોકીમાં દરરોજ સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમિયાન મેળવી શકાશે.
  • અરજીની તપાસ સામાન્ય સંજોગોમાં દિન-૭ માં પૂર્ણ કરી તેનો અહેવાલ પાઠવવાનો તેમજ અરજદારને જાણ કરવાની હોય છે. તેમાં કોઈ કારણસરવધુ સમયની જરૂર પડે તો અમલદારની પરવાનગી લેવાની હોય છે.