હું શોધું છું

હોમ  |

Do & Dont's
Rating :  Star Star Star Star Star   

Do & Dont's વાહન ચલાવતા પહેલા જુઓ .... આપની પાસે....

વાહનની આર.સી.બુક છે ?
અસલ ડ્રાઈવીંગ લાયસન્સ છે ?
થર્ડ પાર્ટી વીમા પોલીસી છે?
પી.યુ.સી. છે ?

આ દસ્તાવેજો સાથે રાખવા ફરજીયાત છે. અન્યથા એમ.વી.એકટ ૫૬, ૧૭૭ મુજબ આપનું વાહન ડીટેઈન થઈ શકે છે અને આપની વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી થઈ શકે છે.

મોટર સાયકલનો ઉપયોગ ફક્ત બે જ વ્યક્તિ માટે થવો જોઈએ અને સલામતી માટે હેલમેટ પહેરવો જોઈએ.

બેથી વધારે વ્યક્તિઓ એ મોટર સાયકલ પર મુસાફરી કરવી એ સુરક્ષા માટે હિતાવહ નથી.

ટુ-વ્હીલર વાહન બે વ્યક્તિ માટે છે,  નહીં કે બધા માટે, તેમજ આ રીત ઘણી જોખમકારક છે.

આ નિયમ ભંગ બદલ મોટર વ્હીકલ એકટ ની કલમ ૧૨૮(૨), ૧૭૭ મુજબ ગુન્હો બને છે.

મોટર સાયકલનો ઉપયોગ હેલમેટ પહેરીને થવો જોઈએ અને સલામતી માટે પણ હેલમેટ પહેરવો જોઈએ.

હેલમેટ પહેરવો ફરજીયાત છે અને આપની સુરક્ષા માટે પણ જરૂરી છે.
દુનિયામાં અમેરીકા, જાપાન, ફ્રાન્સ, ચીન, જર્મની અને તમામ દેશોમાં હેલમેટ પહેરવી ફરજીયાત છે. અને તે પહેરાય પણ છે. હેલમેટથી અગવડ પડે છે તે દલીલ ચાલતી નથી. 

મોટર સાયકલ નો ઉપયોગ હેલમેટ પહેર્યા વિના વાહન ચલાવવું ગેરકાયદસેર છે.

જે નિયમ ભંગ બદલ મોટર વ્હીકલ એકટની કલમ ૧૨૯, ૧૭૭ મુજબ ગુન્હો બને છે.
મોટર સાયકલના અકસ્માતમાં મોટા ભાગે માથા પર ઈજાઓ થવાથી ચાલકનું મૃત્યુ થાય છે. હેલમેટ પહેરવાથી આપનો બચાવ થાય છે.

વાહન ચાલક પોતાનું વાહન સાઈડમાં રાખીને મોબાઈલ  પર વાત કરે છે, જે કાયદેસર છે.

ચાલુ મોટર સાયકલે મોબાઈલ ફોન પર વાત કરી અકસ્માતને આમંત્રણ આપશો  નહી. આ નિયમ ભંગ બદલ એમ.વી.એકટ ૧૮૪બી ઉપરાંત આઈ.પી.સી. કલમ ૧૮૮ મુજબ પોલીસ કમિશ્નરશ્રીના જાહેરનામાનો ભંગ થતો હોય ગુન્હો બને છે. અને વાહન ચાલકની ધરપકડ થઈ શકે. તેમજ વાહન તથા મોબાઈલ ફોન કબજે થઈ શકે છે. બીન જામીન લાયક ગુન્હો હોય પોલીસ જામીન પર છોડી શકતી નથી. કોર્ટ દ્વારા સજા તથા રોકડ દંડ થઈ શકે છે.

વાહન ચાલક ચાલુ વાહન પર મોબાઈલ ફોનથી વાત કરે છે જે ગેરકાયદેસર છે.

મોબાઈલ ફોન ચાલુ હોય ત્યારે આપનું ધ્યાન મોબાઈલ પર વાત કરનાર પર જતુ હોવાથી આપ બે ધ્યાન થવાથી આપને અકસ્માત થઈ શકે છે.

‘‘ ફક્ત પ્રવેશ ‘‘ વાળા રસ્તામાં વાહન ચાલકો જઈ રહેલ છે.  જે યોગ્ય છે.

ફક્ત પ્રવેશ અને પ્રવેશ બંધ ના નિયમનું પાલન કરી અકસ્માત ઘટાડો.

જ્યારે ‘‘ પ્રવેશ બંધ ‘‘ વાળા રસ્તામાં પણ વાહન ચાલકો જઈ રહેલ છે. જે ગેરકાયદેસર છે. અને અકસ્માતને પણ નોતરે છે. 

જે નિયમ ભંગ બદલ મોટર વ્હીકલ એકટની કલમ ૧૧૯, ૧૭૭ મુજબ ગુન્હો બને છે.

૧૦

વાહન ચાલકોએ તેમના વાહનો રોડ સ્ટોપ પોઈન્ટ પર ઉભા રાખેલ  છે. જે ટ્રાફીક નિયમ મુજબ છે.

સ્ટોપ લાઈનથી આગળ ન વધી ટ્રાફીક નિયમોનું પાલન કરો.
ઝીબ્રા ક્રોસીંગ એ રાહદારીઓ પોતે સરળતાથી માર્ગ ઓળંગી શકે તેના માટે છે. તેથી ઝીબ્રા ક્રોસીંગ પહેલા ઉભા રહેવું ફરજીયાત છે.

૧૧

વાહન ચાલકએ તેમના વાહનો ઝીબ્રા ક્રોસ રોડની આગળ ઉભા રાખેલ છે. જે ટ્રાફીકના શિસ્તની વિરૂધ્ધ છે.
તેમ કરવાથી સહદારીઓ  રોડ સલામતી પૂર્વક ઓળંગી શકે નહી.

જે નિયમ ભંગ બદલ મોટર વ્હીકલ એકટની કલમ ૧૧૯, ૧૭૭ મુજબ ગુન્હો બને છે.

૧૨

વાહનની નંબર પ્‍લેટ યોગ્ય અને કાયદેસર છે.
નંબર પ્‍લેટ પર આર.ટી.ઓ. ના નિયમ મુજબ સાદી અંગ્રેજી ભાષામાં નિયત કરેલ જાડા અને ઉચાઈ વાળા અક્ષરો હોવા જોઈએ. તેના પર કઈ લખેલું ન હોવું જોઈએ.

નિયમ મુજબની નંબર પ્‍લેટ લગાડવાનો  આગ્રહ રાખો.
આ નિયમ ભંગ બદલ મોટર વ્હીકલ એકટની કલમ ૪૧(૬), ૧૭૭ મુજબ ગુન્હો બને છે.

૧૩

વાહનની નંબર પ્‍લેટ નિયમાનુસાર યોગ્ય નથી અને  ગેરકાયદેસર છે.

નંબરો પ્‍લેટ પર અક્ષરો નાના છે. તેના પર લખાણ લખવાથી અક્ષરો માટે જગ્યા ઓછી રહે છે. નંબર પ્‍લેટ ફક્ત વાહનના રજીસ્ટ્રેશન  નંબર માટે છે.

૧૪

મોટર સાયકલ ચાલક તથા સાયકલ ચાલક પોતાના વાહન ચલાવે છે. જે કાયદેસર છે.

ચાલુ મોટર સાયકલે વાહન ચાલકનો ખભો પકડવાથી અકસ્માત થવાનો સંભવ છે.

૧૫

મોટર સાયકલ ચાલકનો ખભો પકડી સાયકલ ચાલક પોતાની સાયકલ ચલાવે છે. જે ગેરકાયદેસર છે. તેનાથી સ્પીડમાં હાથ છુટી જવાથી અથવા અથવા આવેથી કોઈવાર ઓચિંતા આવવાથી અકસ્માત થઈ શકે છે. 

આ નિયમ ભંગ બદલ મોટર વ્‍હીકલ એકટની કલમ ૧૯૬(ર), ૧૭૭ મુજબ ગુન્‍હો બને છે.

૧૬

મોટર સાયકલ ચાલકે ડ્રાઇવીગ લાયસન્‍સ સાથે રાખેલ છે. જે કાયદેસર છે. ડ્રાઇવીગ લાયસન્‍સ અસલ હોવું જોઇએ. ઝેરોક્ષ કોપી ચાલશે નહી.

હંમેશા આપના ડ્રાઇવીંગ લાયસન્‍સ સાથે રાખો જે આપની ઓળખ છે. આ નિયમ ભંગ બદલ મોટર વ્‍હીકલ એકટ કલમ ૧૩૦,૧૭૭ મુજબ ગુન્‍હો બનેછે. લાયસન્‍સ ન હોય તો આપનું વાહન એમ.વી.એકટ ર૦૭ મુજબ ડિટેઇન  પણ કરી શકે છે.

૧૭

મોટર સાયકલ ચાલકે ડ્રાઇવીગ લાયસન્‍સ સાથે રાખેલ નથી. જે ગેરકાયદેસર છે.

 

૧૮

 મોટર સાયકલ ચાલકની ઉંમર પુખ્‍ત વયની છે. જે ડ્રાઇવીંગ લાયસન્‍સ ધરાવી શકે છે. જે કાયદેસર છે.

સગીરવયના બાળકોને વાહન ચલાવવા આપવું તેમની તથા સામે વાળની સુરક્ષાને હાનીકર્તા છે.   આ નિયમ ભંગ બદલ મોટર વ્‍હીકલ એકટની કલમ ૪,૧૮૦ મુજબ ગુન્‍હો બને છે. તેમજ પોલીસ વાહન ડીટેઇન પણ થઇ શકે છે.

૧૯      

મોટર સાયકલ ચાલક સગીર વયનો હોય , લાયસન્‍સ ધરાવવા માટે સક્ષમ ન હોય છતાં વાહન ચલાવે છે જે ગેરકાયદેસર છે. જીવન કિંમતી છે. લાયસન્‍સ મેળવતી વખતે શારીરિક શકિત જોવાય છે. ટ્રાફીક નિયમોની જાણકારી ચકાસાય છે. નાની વયામાં  શારીરિક શકિત ઓછી હોય છે. ટ્રાફીક નિયમોની જાણકારી ન હોય તેથી આ જીવલેણ અકસ્‍માત થાય.

ડ્રાઇવીગ લાયસન્‍સ અંગેની માહીતી. ૧૬ થી ૧૮ વર્ષ માટે પ૦ સી.સી.નોન ગીયર ૧૮ થી ઉપર પ૦ સી.સી. વીથ ગીયર લાયસન્‍સ મળી શકે છે.

ર૦

મોટર સાયકલની નંબર પ્‍લેટમાં આર.ટી.ઓ. માન્‍ય નંબર લખાવેલ છે. જે કાયદેસર છે.

રજીસ્‍ટ્રેશન વગર વાહન ચલાવવું આ નિયમ ભંગ બદલ મોટર વ્‍હીકલ એકટની કલમ ૩૯,૧૭૭ મુજબ ગુન્‍હો બજે છે. તેમજ પોલીસ વાહન ડીટેઇન સરી બને છે.

ર૧

મોટર સાયકલમાં નંબર પ્‍લેટમાં રજીસ્‍ટ્રેશન નંબર લખાવેલ નથી. જે ગેરકાયદેસર છે.

રજીસ્‍ટ્રેશન વગર વાહન ચલાવવાથી આપનું વાહન ડિટેઇન થઇ શકે છે.  આપને ભારે દંડ થઇ શકે છે.

૨૨      

મોટર સાયકલના સાયલેન્‍સરમાંથી નિયત માત્રામાં ધુમાડો નીકળે છે. જે કાયદેસર છે.

એન્‍જીનથી યાંત્રીક ખામીથી વધુ ધુમાડો નીકળે છે.
આ ભંગ બદલ મોટર વ્‍હીકલ એકટની કલમ ૧૯૦(ર) મુજબ ગુન્‍હો બને છે. કોર્ટ તેમજ આર.ટી.ઓ.દ્રારા દંડ ની કાર્યવાહી થઇ શકે છે. તેમજ પોલીસ વાહન ડીટેઇન સરી શકે છે.

૨૩

મોટર સાયકલ સાયલેન્‍સર માંથી નિયત માત્રા કરતાં વધારે ધુમાડો નીકળે છે. જે ગેરકાયદેસર છે.

તેનાથી વાતાવરણ પ્રદુષિત થાય છે. તેનાથી કેન્‍સર હદય રોગ , ફેફસાના રોગ ,મગજના રોગ થઇ શકે છે.  આપનું વાહન ટયુનિગકરવાથી ૮૦ ટકા કેસોમાં ધુમાડો નિવારી શકાય. ઓઇલ વધારે નાખવાથી પણ ધુમાડો વધારે થાય. ભેળસેળ વાળું પેટ્રોલ કે ડિઝલથી પણ ધુમાડો વધારે થાય. આ વસ્‍તુઓ સુધારવાથી ધુમાડો મર્યાદિત કરી શકાય.                  

 ૨૪

સાયલન્‍સ ઝોનમાં હોર્ન વગાડી શાંત વાતાવરણમાં ખલેલ ન પહોચાડો.

આ નિયમ ભંગ બદલ મોટર વ્‍હીકલ રૂલ્‍સ ૧૧૯(ર) ૧૭૭ મુજબ ગુન્‍હો બનેછે.

૨૫

મોટર સાયકલ ચાલક નિયત ગતિ મર્યાદામાં વાહન ચલાવે છે. જે કાયદેસર છે.

ગતિ મર્યાદાથી વધુ ગતિએ વાહન ચલાવવું અસુરક્ષિત છે.

૨૬

મોટર સાયકલ ચાલક ગતિ મર્યાદાથી વધુ ગતિ થી વાહન ચલાવે છે. જે ગેરકાયદેસર છે.

ગતિ મર્યાદાથી વધુ ઝડપી વાહન ચલાવવાથી અચાનક કોઇ જાનવર , કોઇ વાહન , કોઇ બાળક આવી જાય તો પણ વાહન તરત થોભતું નથી. પરિણામે જીવલેણ અકસ્‍માત થાય છે. વળી એર બ્રેક લાગે તો આપનું વાહન ઉલટાઇ જાય. ખાડામાં પડી જાય આપને જીવલેણ  ઇજાઓ થઇ શકે છે.

૨૭

મ્‍યુઝીકલ હોર્ન ન વગાડવો. મ્‍યુઝીકલ હોર્ન વગાડવાથી અન્‍ય વાહન ચાલકો અચાનક વિચિત્ર અવાજથી ભડકી શકે છે. પરિણામે વાહન પરથી કાબુ ગુમાવવાથી આપને અકસ્‍માત થઇ શકે છે.

જે નિયમ ભંગ બદલ મોટર વ્‍હીકલ રૂલ્‍સ ૧૧૯(ર) , ૧૭૭ મુજબ ગુન્‍હો બને છે.

૨૮

મોટર સાયકલ ચાલકે રાત્રીના સમયે લાઇટ ચાલુ રાખી ચલાવે છે. જે કાયદેસર છે.

રાત્રીના લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવું સુરક્ષીત છે. 
આ નિયમ ભંગ બદલ  મોટર વ્‍હીકલ એકટ ની કલમ ૧૦૫, ૧૭૭,મુજબ ગુન્‍હો બને છે.

૨૯

મોટર સાયકલ ચાલકે રાત્રીના સમયે લાઇટ ચાલું રાખેલ નથી અને બંધ લાઇટ વાહન ચલાવે છે. જે ગેરકાયદેસર છે.

 આપના વાહનની લાઇટ બંધ હોય તો અંધારામાંદુરથી સામેથી આવતા વાહનને આપનું વાહન દેખાય નહી. પરિણામે તે વાહન  નજીક આવે ત્‍યારે આપનું વાહન દેખાતા તાત્‍કાલીક બ્રેક નહી વાગતા આપને અકસ્‍માત થઇ શકે છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 10-04-2017