હું શોધું છું

હોમ  |

દંડથી બચવા અને સુરક્ષા માટે ટ્રાફીકના નિયમો જાળવો
Rating :  Star Star Star Star Star   

દંડથી બચવા અને સુરક્ષા માટે ટ્રાફીકના નિયમો જાળવો

ભવિષ્યમાં દંડથી બચવા અને સુરક્ષા માટે નીચેના નિયમોનુ પાલન કરશો

(૧) વાહન ચલાવતી વખતે ફરજીયાત સાથે રખાતા દસ્તાવેજો

·  અસલ લાઈસન્સ

·  ગાડીની આર.સી.બુક

·  પી.યુ.સી.

·  ગાડીના વીમાના કાગળો

·  ફિટનેશ સર્ટિફીકેટ (ભારે વાહનો માટે)

(૨) હેલમેટ

નામદાર ગુજરાત હાઈકોર્ટ સ્પે. સી.એપ્લી. નં ૧૩૩૦૮/૦૪ માં આપેલ આદેશ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં દ્વિચક્રિય  વાહન લાવનાર ચાલકે તથા તેની પાછળ બેસેલ વ્‍યકિતએ ફરજીયાત પણે હેલ્‍મેટ પહેરવાનો રહેશે. (મહીલાઓ અને ૧ર વર્ષથી નીચેના બાળકોને કે જેઓ વાહન પાછળ બેસેલ છે તેવાને છુટછાટ આપવામાં આવેલ છે.) પરંતુ મહિલા જો , પોતે વાહન હંકારતી હોય તો , હેલ્‍મેટ પહેરવાનો કાયદો તેઓને પણ લાગુ પડશે. દ્વિચક્રિય વાહનોના માર્ગ અકસ્‍માતમાં મોટે ભાગે માથામાં ઇજા થવાથી ચાલકને મૃત્‍યુ થાય છે. હેલ્‍મેટ પહેરવાથી માથામાં ઇજા થવાની શકયતા ઘણી ઘટી જાય છે. તેથી ચાલકની બચાવની શકયતા વધે છે. તેથી દુનિયાના બધા દેશોમાં અમેરીકા, યુરોપ ,જાપાન અને અન્‍ય દેશો તેમજ ભારતમાં દિલ્‍હી , ચંદિગઢ , કલકતા , બેગલોર , ચેનાઇ,મુંબઇ , અમદાવાદ અને તમામ શહેરોમાં દ્વિચક્રિય વાહન ચાલકો હેલ્‍મેટ પહેરે છે. નામદાર ગુજરાત , હાઇકોર્ટના ચુકાદાને માન આપી. પોતાની સુરક્ષા માટે અવશ્‍ય હેલ્‍મેટ પહેરી વડોદરા શહેર ટ્રાફીક પોલીસ ને સહકાર આપવા અનુરોધ છે.

(૩)   અસલ લાયસન્‍સ

આપની પાસે લાયસન્‍સ અસલ  હોવું જોઇએ. લાયસન્‍સની ઝેરોક્ષ કોપીથી લાયસન્‍સની અસલીયતની ખાતરી થતી નથી. ઝેરોક્ષ કાઢયા બાદ લાયસન્‍સમાં કોઇ વિરૂધ્‍ધ નોધ આર.ટી.ઓ / પોલીસ ધ્‍વારા થઇ હોઇ તો , તે અગાઉ કાઢેલ ઝેરોક્ષ કોપીમાં ન આવે , તેથી કાયદા મુજબ અસલ લાયસન્‍સ આપની પાસે હોવું જરૂરી છે.

(૪)  પી.યુ.સી. સર્ટિફીકેટ  -                                            ( Pollution under control )

પી.યુ.સી. આપના પાસે હોવું ફરજીયાત છે. જેથી વાહન પ્રદૂષણ ધટાડી શકાય છે. પી.યુ.સી. ચેક કરાવ્‍યા બાદ જ મેળવશો. જેથી પ્રદૂષણ ધટાડવાથી કોઇ વ્‍યકિત વાહન ચેક કર્યા વગર પી.યુ.સી. આપતા હોય તો , આર.ટી.ઓ.ને જાણ કરશો. જેથી તે વ્‍યકિતનું પી.યુ.સી. આપવાનું લાયસન્‍સ રદ થાય. વધારે ધુમાડા પ્રદૂષણ આપના આરોગ્‍યને થતા સામાન્‍ય પ્રજાજનોના આરોગ્‍યને નુકશાન થાય છે. શ્વાસો શ્વાસના રોગો  હદય રોગો , મગજના રોગો થાય છે. તેને અટકાવવા એન્‍જીનને ટયુન અપ કરાવવું કાર્બોરેટરને ટયુન અપ કરાવવુ. ટાયરમાં પુરતી હવા રાખો. ગાડીના એર ફીલ્‍ટને સાફ કરાવવુ. સારી કવોલીટીનું પ્‍લગ , ઓથોરાઇઝડ ડીલર પાસેથી જ ખરીદી ઉપયોગમાં લો. સારી કંપનીનું એન્‍જીન ઓઇલ વાયરો. વધારે ઓઇલથી એવરેજ ઓછુ મળે , ધુમાડો વધારે થાય.

(૫)  ઝીબ્રા ક્રોસીગ

ઝીબ્રા ક્રોસીગ ઉપર વાહન ઉભુ રાખવુ જોઇએ નહીં. ઝીબ્રા ક્રોસીગ રાહદારીઓ સલામતીપુર્વક રોડ ક્રોસ કરી શકે છે. આપ તેના પર ઉભા રહેશો તો , રાહદારીઓ સલામતીપુર્વક રોડ ક્રોસ નહીં કરી શકે. મોટર વ્‍હીકલ એકટ ૧૧૯ મુજબ ઝીબ્રા ક્રોસીગ પહેલા ઉભા રહેવું ફરજીયાત છે.

(૬)  સાઇડ સિગ્‍નલ

સાઇડ સિગ્‍નલ ભંગ નહીં કરવો જોઇએ તેમ કરવાથી સામેથી બીજી સાઇડના ટ્રાફીકને આપ નડો છો. તથા આપની સામેના ટ્રાફીક પ્રવાહથી ટ્રાફીક અકસ્‍માત થઇ શકે છે. ગ્રીન સિગ્‍નલમાંથી પીળી લાઇટ થાય ત્‍યારે આપ ઝીબ્રા ક્રોસીગથી થોડે દૂર હો તો , ગાડીને બ્રેક મારી ધીમી પાડો જેથી તમો ઝીબ્રા ક્રોસીગ પહેલા ઉભા રહી શકો. જો તમો ઝીબ્રા ક્રોસીગની ખુબ જ નજીક હો તો , તે વખતે ગ્રીન લાઇટ થઇ ગઇ હોય તો , ઝીબ્રા ક્રોસીગ પહેલા સ્‍ટોપ લાઇન ઉપર ઉભો રહેવું ફરજીયાત છે.

સિગ્‍નલ ગ્રીન થયા પછી ન આપ આપનું વાહન ચલાવો. રેડ લાઇટમાં પાંચ અંક બાકી હોય ત્‍યારે વાહન ચલાવવું ગેરકાયદેસર છે. તેથી આપને અકસ્‍માત થઇ શકે છે.

(૭)  રોગ સાઇડ

રોગ સાઇડમાંથી વાહન ચલાવીને નહીં આવવું જોઇએ. તેનાથી આપને અકસ્‍માત થઇ શકે છે. કારણ કે તેમ કરવાથી સામેથી આવતા અન્‍ય વાહન સાથે અથડાવવાના ચાન્‍સ ઘણા વધી જાય છે.

(૮)  ટુ વ્‍હીલર પર ત્રણ સવારી

ટુ વ્‍હીલર ઉપર ત્રણ સવારી નહીં કરવી જોઇએ. બે કરતા વધુ માણસો ટુ વ્‍હીલર ઉપર બેસેલો હોય તો , ટુ વ્‍હીલર ઉપર ચાલકને બેલેન્‍સ જાળવવું મુશ્‍કેલ ભર્યુ બનતુ હોવાથી આપને અકસ્‍માત થઇ શકે છે.

(૯)  મ્‍યુઝીકલ હોર્ન

મ્‍યુઝીકલ હોર્ન ગાડીમાં નહીં હોવો જોઇએ. તે વગાડવાથી અન્‍ય વાહન ચાલકો એકદમ ભયભીત થવાથી તેઓ પોતાના વાહનો પરનો કાબુ ગુમાવી શકે તેથી અકસ્‍માત થઇ શકે.

(૧૦) વન-વે

કોઇ રસ્‍તાને વન વે જાહેર કર્યો હોય તો વન વે નો ભંગ નહીં કરવો જોઇએ. આમ , કરવાથી તમો સામેથી આવતા વાહનો સાથે અથડાઇ શકો છો. અને ગલી સાંકડી હોવાથી તેને વન વે જાહેર કરેલ છે. થોડુ ફરીને યોગ્‍ય પ્રવેશવાળી ગલીમાંથી પસાર થવાથી આપ સલામત બનશો.

(૧૧)  ભયજનક વાહન ચલાવવુ

ભયજનક વાહન નહીં ચલાવવું જોઇએ. શહેર માં ૩૦ થી ૪૦ કીલોમીટરની સ્‍પીડ હોવીજોઇએ. વધારે સ્‍પીડ થી ચલાવવાથી વાહન પરનો કાબુ ગુમાવાય છે. અને અકસ્‍માત થાય છે. મોટા ભાગ ના અકસ્‍માતો વાહન વધારે સ્‍પીડમાં ચલાવવાથી થતા હોય છે. ગયા વર્ષે ભારતમાં ૧ લાખ માણસો માર્ગ અકસ્‍માતમાં મુત્‍યુ પામ્‍યા છે. ભારતમાં વિશ્વના માત્ર ૧ % વાહનો છે. વિશ્વના કૂલ માર્ગ અકસ્‍માતમાં  ૬ % અકસ્‍માતો ભારતમાં થાય છે. તથા વિશ્વના કૂલ અકસ્‍માતોમાં મરણ થનાર ૧ર % ભારતીય છે. કારણ એટલુ જ કે આપણે વાહન સલામતી પુર્વક ચલાવતા નથી.

(૧ર) ખોટી પાર્કીગ

વાહન ખોટી જગ્‍યાએ પાર્કીગ નહીં કરવુ જોઇએ. જો આપની જેમ અન્‍ય ઇસમો પણ ખોટી જગ્‍યાએ વાહનો પાર્ક કરે તો ટ્રાફીક જામ થાય. અકસ્‍માતનો ભય રહે. શહેરમાં ગેરવ્‍યવસ્‍થા સર્જાય પરીણામે આપને શોષાવવાનું આવે. જયા પાર્કીગની જગ્‍યા ન હોય તો જગ્‍યાથી દૂર જઇ જયા પાર્કીગની જગ્‍યા હોય ત્‍યા વાહન પાર્ક કરવુ. વાહન ઘણા વધી ગયા હોવાથી કોઇ પણ જગ્‍યાએ દરેક ને પાર્કીગ આપવુ મુશ્‍કેલ છે. વાહનોને બે ત્રણ મીટીગ માટે પણ ખોટુ પાર્કીગ ચલાવી લેવાય તો શહેર ના દસ લાખ થી વધુ વાહનોથી ટ્રાફીક ગેરવ્‍યવસ્‍થા સર્જાય છે.

(૧૩)  નંબર પ્‍લેટ

વાહનની નંબર પ્‍લેટ કાયદા મુજબ હોવી જોઇએ. નંબર પ્‍લેટમાં અક્ષરો અંગ્રેજી ભાષામાં નિયમ મુજબની લંબાઇ અને પહોળાઇ વાળા મોટા અને સાદા અક્ષરોમાં લખેલા હોવા જોઇએ. તેના ઉપર રજીસ્‍ટેશન નંબર સિવાય બીજું કાઇ પણ લખાણ ચિત્ર ન હોવું જોઇએ.

(૧૪) પાછળ ની લાઇટ

વાહનની પાછળની લાઇટ ચાલુ કંડીશનમાં હોવી જોઇએ. તેથી રાત્રે અંધારામાં પાછળથી આવતું વાહન આપના વાહનને જોઇ શકે. તેથી તે વાહન આપના વાહન સાથે અથડાઇને આપને અકસ્‍માત ન થાય.

(૧૫) પીળો પટ્ટો

ચાર ચક્રીય વાહનો ની જમણી બાજુ લાઇટ પર પીળો પટ્ટો હોવો જોઇએ. જેથી રાત્રે આપના વાહનની લાઇટ સામેથી આવતા વાહન ચાલક પરની આંખ પર સીધી પડવાથી તે અંજાય ન જાય તેથી આપને અકસ્‍માત ન થાય.

(૧૬) રેડીયમ પટ્ટો

આપના વાહનની પાછળ રેડીયમ પટ્ટો હોવો જોઇએ. જેથી રાત્રે પાછળથી આવતા વાહન ચાલકોને આપની લાઇટમાં કોઇ ફોલ્‍ટ થઇ ગયો હોય તો પણ આપનું વાહન દેખાય તેનાથી આપને અકસ્‍માત નિવારી શકાય.

સરકારને આપના દંડના રૂપિયાની જરૂર નથી, પરંતુ જરૂર છે આપના સલામતી. આપની ટ્રાફીક નિયમોની જાગૃતિની , અમારુ લક્ષ આપની સલામતી.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 10-04-2017