હું શોધું છું

હોમ  |

પોલીસ વડીલ સ્‍કીમ
Rating :  Star Star Star Star Star   

પોલીસ વડીલ સ્‍કીમ

સમાજમાં નજીવી બાબતોના કારણોસર ઘણા પરીવારોમાં ભાઇ ભાઇ સાથે, બાપ અને દીકરા સાથે, સાસ વહુ સાથે તથા પતિ પત્ની સાથે નજીવી બાબતે તકરારો થતી હોય છે. જેના કારણે ઘણા પરીવારોમાં તેમજ લગ્ન જીવણમાં ભંગાણ પડતા હોય છે. જેને ધ્યાનમાં રાખી તેમજ સમાજની આ ગંભીર અને વિકટ સમસ્યાને દુર કરવાના હેતુંથી વડોદરા શહેરમાં, પોલીસ કમિશ્નરશ્રી, દ્વારા પોલીસ વડીલ સ્કીમ તારીખ:૦૧/૦૩/૨૦૧૨ થી અમલમાં મુકવામાં આવેલ છે. આ પોલીસ વડીલ સ્કીમમાં સમાજના વડીલો કે જેઓ સમાજની આ સમસ્યાનું અનુભવ ધરાવે છે, અને આવી બાબતોનું નિરાકારણ લાવવાની યોગ્યતા ધરાવે છે. તેવા વડીલોની મદદથી આ સ્કીમ અમલમાં મુકેલ છે. સ્કીમમાં આજ દિન સુધી કુલ-૧૩૧ વડીલો જોડાયેલ છે અને સારી સેવા આપી રહેલ છે.

 

૧                     પોલીસ વડીલ કોણ બની શકશે  :-

(૧)  વડોદરા શહેરમાં રહેતા ભારતના તમામ નાગરીકો.

(ર) જે વ્‍યકિત સામે સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનમાં કે, અન્‍ય કોઇ પોલીસ સ્‍ટેશનમાં ગુનાહિત રેર્કડ ન હોય તેમજ પોલીસ ખાતા સાથે સંકલનમાં રહી ઉપર જણાવેલા હેતુને જ પ્રાધન્‍ય આપી શકે તેવા કોઇપણ સ્‍ત્રી કે પુરુષ. 

(૩)  જે વ્‍યકિતની ઉંમર ૪૫ વર્ષ અથવા વધુ હોય તે સ્‍ત્રી કે પુરુષ.

(૪) શૌક્ષણિક લાયકાત ચોકકસ નકકી કરવામાં આવેલ નથી. પરંતુ જો શિક્ષિત

     હોય અને સુયોગ્‍ય રીતે સામાજીક પરિસ્‍થિતિને સમજી વિચારોને યોગ્‍ય રીતે આપ – લે          

     કરી શકતો હોય, તેવા કોઇ પણ સ્‍ત્રી કે પુરુષ.

(૫) જે વ્‍યકિત પરણીત હોય અને જેના જીવન સંસારમાં ભંગાણ થયેલ ન હોય તેજ   

      વ્‍યકિત.

 

૨.         કાર્યરીતી :-

જે વ્‍યકિત પોલીસ વડીલ બનવા માગે છે, તે વ્‍યકિતનું આ સાથે બીડાણ કરેલ અરજી ફોર્મ દરેક પો.સ્‍ટે. ધ્‍વારા પુરુ પાડવાનું રહેશે. ફોર્મમાં જણાવેલ તમામ હકીકત સંપુર્ણ રીતે ભરવાની રહેશે. અને તે અંગે ખરાઇ પણ કરવાની રહેશે.

                માત્ર ફોર્મ ભરી પોલીસ વડીલની પસંદગી કાર્યવાહી પુર્ણ કરવાનો હેતુ ન રાખતા જે વ્‍યકિત ધ્‍વારા આ ફોર્મે ભરેલ છે, તે વ્‍યકિત સંપુર્ણ ભરોસાપાત્ર છે કે કેમ? તેમજ તે કોઇ ગેરકાનુની પ્રવૃતિ કે અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ? તે અંગે ચોકકસ રીતે વિવેકબુધ્‍ધિનો ઉપયોગ કરી પોલીસ વડીલ તરીકેનું ફોર્મ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જશ્રીએ આપવાની રહેશે.

 

૩.         અરજી પત્ર મેળવ્‍યા પછી કરવાની કાર્યવાહી :-

                                        જે પુરુષ / મહિલા પોલીસ વડીલ તરીકેનું અરજી / ફોર્મ ભરી પોલીસ સ્‍ટેશન ખાતે પુરુ પાડે ત્‍યારે અરજી કરનાર પુરુષ / મહિલાની સમાજમાં છાપ કેવી છે તેમજ ભુતકાળમાં તેઓ વિરૂધ્‍ધ કોઇ અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ હોવાના આક્ષેપ / ગુના દાખલ થયેલ છે કે કેમ? વિગેરે હકીકતની તપાસ કર્યા બાદ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટરશ્રીએ અરજી પત્રકમાં જણાવેલ કોલમમાં પોતાનું સ્‍વયં સ્‍પષ્‍ટ અભિપ્રાય જણાવી ફોર્મ સબંધીતત મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રી ને મોકલી આપવાના રહેશે. સબંધીતત મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રી નાઓએ આ ફોર્મ મળેથી પોલીસ ઇન્‍સ્‍પેકટરના જણાવેલ અભિપ્રાય ને પોતાની રીતે ખરાઇ કરાવી ફોર્મમાં જણાવેલ મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રીના અભિપ્રાય ના કોલમમાં આ પોલીસ વડીલની અરજી માન્‍ય રાખવી કે કેમ? તે અંગે પોતાનો સ્‍પષ્‍ટ અભિપ્રાય સહ ડિવિઝનના નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી તરફ ફોર્મ મોકલી આપવાનું રહેશે. નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી ઉત્‍તર તથા દક્ષિણ વિભાગ નાઓએ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશ્‍નરશ્રીઓ તરફથી આવેલ અભિપ્રાય સહના ફોર્મ જોયા પછી ફોર્મમાં જણાવેલ વિગતો ધ્‍યાને લઇ અરજ કરતા શ્રીને પોલીસ વડીલ તરીકે સ્‍વીકારવા કે કેમ? જે અંગેનો આખરી નિર્ણય લઇ ફોર્મમાં જણાવેલ કોલમમાં અભિપ્રાય જણાવી ફોર્મ નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી ‘ક્રાઇમ‘ ની કચેરી ખાતે મોકલી આપવા.

                        રીડર પો.સબ.ઇન્‍સશ્રી ‘ક્રાઇમ‘, વડોદરા શહેર નાઓ કામગીરી માટે નોડલ ઓફીસર તરીકેની ફરજ બજાવશે, અને ઉપર્યુકત તમામ હકીકત સંકલીત કરવાની તથા પોલીસ વડીલની યાદી તૈયાર કરવાની કામગીરી કરશે.

 

૪       પોલીસ વડીલની કામગીરી :-

(૧) સામાજીક ઘર કંકાસના કારણે ઉદૃભવેલ સામાજીક ઝઘડા કે જે પોલીસ સ્‍ટેશન ખાતે અરજી/ગુનાના સ્‍વરૂપે દાખલ થયેલ હોય, જેમાં પોલીસ તેમજ પ્રજા વચ્‍ચેના સેતુ તરીકેની કામગીરી.

(ર) પોલીસ વડીલ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટરના સંકલનમાં રહી સામાજીક ઘર કંકાસની ફરીયાદ/અરજીમાં અરજદાર તથા સામાવાળા સાથે  પોલીસની દેખરેખ હેઠળ કાઉન્‍સીલીંગ કરી સમાધાન કરાવનાર તરીકેની મધ્‍યસ્‍થતા ભજવશે.

(૩) પોલીસ વડીલ ધ્‍વારા ફરજીયાત પણે અઠવાડીયામાં એક વાર સ્‍થાનીક પોલીસ સ્‍ટેશન ખાતે જઇ પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રીનો સંપર્ક કરી કાઉન્‍સીલીંગ અને કામગીરી.

(૪) સમાજમાં ફેલાતી નજીવી બાબતોની તકરારો તથા સમાજમાં કચડાયેલા વર્ગને સામાજીક રીત રીવાજો અંગે જાગૃતા લાવવી.

 

૫.        પોલીસ વડીલ માટેની સુચના :-

તમામ સંજોગોમાં પોલીસ વડીલ ધ્‍વારા હાથ ધરવામાં આવનાર કામગીરી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટર અથવા તો પોલીસ ઇન્‍સ્‍પેકટર ધ્‍વારા જણાવેલ પોલીસ અધિકારી/કર્મચારીની હાજરીમાં / નિરીક્ષણ હેઠળ સમાધાનલક્ષી કામગીરી કરશે.

                        સમાધાનની કામગીરી કરાવતી વખતે ફરજ ઉપરના પોલીસ અધિકારી/કર્મચારીની સુચનાનો અમલ કરવાનો રહશે.

                        પોલીસ વડીલ ધ્‍વારા અઠવાડીયામાં ફરજીયાત એક દિવસ બે (ર) કલાક કોઇ પણ પ્રકારના માનદ પગાર વગર સેવા આપવાની રહેશ.

                        કોઇ પણ કિસ્‍સામાં પોલીસ વડીલને ઇસ્‍યુ કરવામાં આવેલ ઓળખ કાર્ડ નો દુરઉપયોગ કરશે નહી.

                        પોલીસ વડીલને આપવામાં આવેલ કાર્ડ કોઇ પણ સંજોગોમાં અન્‍ય વ્‍યકિતને સોપવાનું રહેશે નહી.

                        પોલીસ સાથે કાઉન્‍સીલીંગ કરતી વખતે ફરજીયાત પણે પોલીસ વડીલ નાઓએ પોતાને ઇસ્‍યુ કરવામાં આવેલ કાર્ડને સાથે રાખવાનું રહેશે.

                        જો કોઇ સંજોગોમાં પોલીસ વડીલ ધ્‍વારા કાર્ડ નો દુરઉપયોગ અથવા તો સમાજમાં કોઇ પણ પ્રકારની પોલીસ જાણ બહાર હેઠળની પ્રવૃતિ કરતા જણાશે તો કોઇ પણ પ્રકારની જાણ વગર સોપવામાં આવેલ કાર્ડ પરત લઇ લેવામાં આવશે, અને પોલીસ વડીલની યાદીમાંથી નામ કમી કરવામાં આવશે.

 

 

 

 

VADODARA CITY POLICE

APPLICATION FORM ISSUING

POLICE VADEEL INDENTITY CARDS

 

 

 

 

 

1.

Application Name

 

Surname

Name

Father/Husband Name

 

 

અટક

નામ   

 

પિતા/પતિનું નામ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2.

Postal Address :-

 

 

 

 

સરનામું :-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Tel. (ટેલીફોન નંબર)

 

Mobile (મોબાઇલ નં.)

 

 

 

 

 

E-mail :-

 

 

3.

Date of Birth :-

 

 

 

 

 

જન્મ તારીખ :-

 

 

 

 

 

 

 

 

 

 

 

4.

Qualification

:-

 

 

 

 

 

અભ્યાસ

:-

 

 

 

 

 

 

 

 

 

 

 

5.

Profession

:-

 

 

 

 

 

ધંધો

:-

 

 

 

 

 

 

 

 

 

 

 

6.

Office Address :-

 

 

 

 

 

વ્યવસાયનું સરનામું :-

 

 

 

 

 

 

 

 

 

 

 

7.

Status

:-

 

 

 

 

 

હોદ્દો

:-

 

 

 

 

8.

અરજદાર કયા પો.સ્ટે. વિસ્તારમાં રહી પોલીસને મદદકર્તા થશે તે પો.સ્ટે. વિસ્તારનું નામ :-

 

 

 

 

 

 

 

9.

અરજદાર ઉપર અગાઉ કોઇ પણ જાતનો પોલીસ કેસ થયેલ છે કે કેમ અને કેસ થયેલ હોય તો તેની વિગત જણાવવી :-

 

 

 

 

 

 

 

10.

અરજદાર કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાયેલ છે કે કેમ? અને જો જોડાયેલ હોય તો નીચે મુજબની હકીકત જણાવવી :-

 

 

 

 

 

 

 

 

રાજકીય પાર્ટી કે સંસ્થાનું નામ :-

સંસ્થામાં હોદ્દો :-

 

 

 

 

 

 

 

11.

અરજદારશ્રીની સહી :-

 

 

 

 

 

નામ :-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

12.

સ્થાનીક પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રીનો અભિપ્રાય તથા સહી :-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

13.

મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીનો અભિપ્રાય તથા સહી :-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

14.

નાયબ પોલીસ કમિશ્નરશ્રીનો આખરી નિર્ણય :-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

15.

પોલીસ વડીલ તરીકેના કાર્ડ ઇશ્યુ કર્યા તારીખ :-

 

 

 

 

તાજેતરનો

ફોટોગ્રાફ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 04-07-2018