હું શોધું છું

હોમ  |

હોક આઇ પ્રોજેકટ
Rating :  Star Star Star Star Star   

-: હોક આઇ પ્રોજેકટ :-

 

        વડોદરા શહેરમાં હોક-આઈ ના કુલ - ૪૭૯ સભ્‍યો છે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન પ્રાતિય અને પરપ્રાંતિયલોકોનો વસવાટ વધી રહેલ છે જેના કારણે મિલ્‍કત સબધી તેમજ શરિર સબંધી ગુન્‍હાઓ કરવાવાળા ગુન્‍હાહિત વ્‍યકિતઓનો પણ વધારો થઈ રહેલ છે. જેથી આવા બનતા ગુન્‍હાઓ અટકાવવા અને બનેલ ગુન્‍હાઓ શોધવા માટે એક અસરકારક માળખુ તૈયાર કરી સને ર૦૧૦ થી વડોદરા શહેરમાં હોક આઈ પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે જેમાં હોક આઈ પ્રોજેકટના સભ્‍યો તરીકે ફેરીયા, નાના વેપારીઓ, દુધનું વેચાણ કરનારા, પાનના ગલ્‍લાવાળા, પગરખાં રિપેર કરનાર, શાકભાજીવાળા, પથારાવાળા, ચ્‍હાની લારીવાળા, કે જે શહેરના મુખ્‍યત્‍વે ક્રોસીંગ માર્ગ સર્કલો ઉપર તેમજ શેરીના નાકા ઉપર બેસી વેપાર ધંધો કરે છે. તેઓને હોક આઈ પ્રોજેકટના સભ્‍યો બનાવવામાં આવેલ છે. હોક આઈ પ્રોજેકટના સભ્‍યો પોલીસની મદદમાં અને સંકલનમાં સુંદર અને પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે.

        હોક આઈ ના સભ્‍યો જેઓ જાહેરમાં પોતાના ધંધાની સમક્ષ બનતા ગુન્‍હાઓ તથા તેઓ ઘ્‍વારા સાંભળવામાં આવેલ ગુન્‍હાને લગત વાતચીત, લેવડ દેવડ, ગુન્‍હો કરી ભાગતા વાહનના નંબરો, ગુન્‍હેગારોનું વર્ણન તેમજ ગુન્‍હા અંગેની વિગતો અંગે તેઓને સતર્ક કરવામાં આવે તો ગુન્‍હો બનતા પહેલા અને ગુન્‍હો બન્‍યા પછી પોલીસને ગુન્‍હો અટકાવવા તેમજ શોધવા ખુબ જ મદદરૂપ થઈ રહે તે હેતુ થી આ હોક આઈ પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે.

        જે વિસ્‍તારમાં તેઓ ધંધો કરે છે તે વિસ્‍તારના બીટ હેડ કોન્‍સ્‍ટેબલ તેઓના સતત સંપર્કમાં રહે છે. પો.ઈન્‍સ. તથા એ.સી.પી.શ્રીઓ અને મે.પોલીસ કમિશ્‍નર સાહેબશ્રી નાઓ જાતે પણ તેઓની મિટીંગો લઈ તેઓનો આત્‍મવિશ્‍વાસ વધારી તેઓ પોલીસને વધુમાં વધુ મદદરૂપ થાય તેવા પ્રયત્‍નો કરવામાં આવે છે અને તેમાં વડોદરા પોલીસને ખુબ જ સારી સફળતા મળેલ છે અને ઘણા ગુન્‍હાઓ પણ હોક આઈ પ્રોજેકટના સભ્‍યોની સતર્કતાના કારણે શોધી શકાયેલ છે અને તેમાં ભાગ ભજવનાર સભ્‍યોનું જાહેરમાં સન્‍માન રોકડ પુરસ્‍કાર તથા સન્‍માનપત્રથી કરવામાં આવેલ છે. 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 04-07-2018