હું શોધું છું

હોમ  |

ભૂકંપ
Rating :  Star Star Star Star Star   

ભૂકંપ  

ભૂકંપ પહેલાં

 • ઘરતીકંપના કારણો અને અસરો અંગે જાણકારી મેળવવી.
 • તમારા કુંટુંબીજનો સાથે ભુકંપ વિશેની સાચી માહિતીની ચર્ચા કરી જાણકારી આપવી.
 • ભુકંપ પ્રતિરોધક બાંધકામને લગતા કાયદાનો અમલ કરી સ્થાનિક રીતે સુરક્ષિત બાંધકામ કરવુ અને જુના મકાનોનું ટેકનોલોજી મજબુતીકરણ કરવુ
 • ઘરની સજાવટ એવી રાખવી કે, અવર જવર સરળ બને અને ફનિર્ચર કે રમકડાંથી માર્ગ અવરોધાય નહી.
 • ભારે અને મોટી વસ્તુઓ ભોળતળીયે અથવા નીચામાં નીચી છાજલીએ રાખવી.
 • અભરાઈઓ ઉપર ભારે અને નાજુક વસ્તુઓ મુકવી નહી.
 • ઘરની છાજલીઓ, ગેસ સીલીન્ડર, ફુલદાનીઓ, કુંડા વિગેરે ભીંત સાથે જોડેલા રાખવા.
 • છત પરના પંખાઓને યોગ્ય રીતે મજબુત જડવા / બાંધવા
 • સુવાની જગ્યાના ઉપરના ભાગે ફોટા - ફ્રેમ,દર્પણ કે કાચ લગાવવા નહી.
 • ક્ષતિવાળા વીજળીના કનેકશન તથા લીકેજ ગેસ કનેકશન તરત જ રીપેર કરાવી લેવા.
 • અઠવાડીયા પુરતુ આકસ્મીક જરૂર પુરતા ખોરાક,પાણી,દવાઓ અને પ્રાથમિક સારવારની સામગ્રી હાથવગી રાખો, જે લઈને નીકળી જઈ શકાય.
 • ઘરમાં સુરક્ષીત જગ્યાઓ જોઈ રાખો. જેમાં મજબુત છત વાળુ ફનિર્ચર ,ટેબલ , સુરક્ષીત ખુણા અથવા અંદરની દીવાલ વિગેરે
 • બહાર સુરક્ષીત જગ્યાઓ જોઈ રાખો., ખુલ્લામાં મકાનોથી દુર, ઝાડ,ટેલીફોન કે વીજળીના તારથી દુર મોટા જાહેરાતના પાટીયાથી દુર વિગેરે
 • સંપત્તિનો વીમો તેમજ કુંટુંબના જીવન વીમા ઉતરાવવા અને વીમાના કાગળો સુરક્ષીત સ્થળે રાખો.
 • આકસ્મીક સંજોગો માટે થોડી રોકડ રકમ હંમેશા હાથ ઉપર રાખો
 • તમારા કામના સ્થળે નામ, સરનામા અને કુંટુંબના સભ્યોના ફોટા સાથે એક ડાયરી રાખો, તેમાં તમારી શારીરીક સ્વાસ્થ્યની વિગતો નોંધી રાખો.
 • અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહી તેવી કોથળીમાં રાખો. તેની નકલો કરાવી અન્ય સ્થળે પણ રાખો.
 • નજીકના આરોગ્ય કેન્દ્વ,અગ્નિ શમન કેન્દ્વ,પોલીસ ચોકી વિગેરેની માહિતી તથા જાણકારી રાખવી.
 • કુટુંબમાંથી ઓછામાં ઓછું એક વ્યકિતએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવવી.

ભૂકંપ દરમ્યાન

 • ગભરાશો નહી, સ્વસ્થ રહો અને અન્યને સ્વસ્થ રહેવા પ્રેરો. ગભરાટમાં ખોટી દોડાદોડી કરવી નહીં.
 • ઘરમાં થી ખુલ્લી જગ્યામાં દોડી જવું.
 • ખુલ્લી જગ્યાએ હો તો ધુ્રજારી બંધ થાય ત્યાં સુધી ત્યાંજ રહો.
 • બહુમાળીમાં હોવ તો લીફટનો ઉપયોગ કરવો નહી.
 • શેરીમાં હોવ ત્યારે જૂના અને ઉંચા મકાનો,ઢોળાવો,ધસી પડે તેવા મકાનો અને વીજળીના તારથી દૂર ચાલ્યા જાવ.
 • શાંત અને સ્વસ્થ ચિત્તે ખુલ્લી જગ્યા તરફ ચાલ્યા જવું, દોડવું નહી અને શેરીઓમાં આંટાફેરા મારવા નહી.
 • જો વાહન હંકારતા હોવ તો તુરચ જ સુરક્ષિત જગ્યાએ રોડની સાઈંડમાં વાહન રોકી વાહનમાં જ ભરાઈ રહો.
 • ઘર કે કચેરી કોઈ પણ મકાનમાંથી બહાર જવાના માર્ગ તરફ દોડવું નહી,લીફટનો ઉપયોગ કરવો નહી તેમજ બારીઓ, કાચના બારણાં,અરીસા, ફનિર્ચર વિગેરેથી દૂર રહેવું.
 • મકાનના અંદરના દરવાજાના લીન્ટલ હેઠળ, રૂમના ખૂણામાં, મજબૂત ટેબલ કે પલંગ નીચે પોતાની જાતને સુરક્ષિત રાખવા પ્રયત્ન કરવો.
 • જયારે મકાનની અંદર હોવ ત્યારે સુરક્ષા માટે તમારા બંને હાથથી માથું છુપાવી લઈ મકાનમાં કોઈ પણ સુરક્ષિત ભાગમાં આશ્રય મેળવો.
 • બારણાની ફ્રેમ નીચે, મજબૂત ટેબલ નીચે કે મજબૂત દવિાલ પાસે માથું સાચવી બેસી રહેવું.

ભૂકંપ બાદ

 • અફવા ફેલાવશો નહી, અફવા સાંભળશો નહી,ચિત્ત સ્વસ્થ રાખો.
 • આત્મ વિશ્વાસ એકત્રિત કરી અન્યને મદદ કરો.
 • ભૂકંપ પછીનાં સામાન્ય આંચકાઓથી ગભરાવું નહી.
 • ભૂકંપ દરમ્યાન કુટુંબના સભ્યો અલગ થઈ ગયા હોય તો બધાને એકત્રિત કરવા પ્રયાસ કરો.
 • કોઈ વ્યકિત ગંભીર ઈજા પામેલ હોય અને બીજા કોઈ ખતરો ન હોય તો ત્યાંને ત્યાંજ રહેવા દો, પરિસ્થિતિ થાળે પડયા બાદ ઉપાય કરો.
 • માણસો દટાયેલ હોય તો બચાવ ટુકડીને જાણ કરો.
 • માત્ર આધારભૂત માહિતી પર ભરોસો રાખો, રેડીયો,ટેલીવિઝન કે અન્ય માઘ્યમથી સરકારી જાહેરાતો- સૂચનાઓ મળે તો અમલ કરવા પ્રયત્ન કરો.
 • શું બન્યું છે તે જોવા શેરીઓમાં આંટા ફેરા ન કરો, બચાવ વાહનો ને પસાર થવા માર્ગ ખુલ્લો રાખો.
 • ખોટી દોડાદોડી ન કરો અને કઠેડા તથા અગાસી ઉપર ઉભા ન રહો તેમજ ઈજા પામેલ વ્યકિતઓ કે તમારી પોતાની પરિસ્થિતિને વધુ ખરાબ રજૂ ન કરો.
 • કાંઈક ખાઈ લો, સ્વસ્થ થાઓ અને અન્યને મદદ કરો.
 • ઘરને ખૂબજ નુકશાન થયું હોય તો તેને છોડી દો. પાણી, ખોરાક તથા અગત્યની દવાઓ લઈ નીમળી જાઓ.
 • ખૂબ નુકશાન પામેલા અસુરક્ષિત લાગતા મકાનોમાં પુન:પ્રવેશ ન કરો અને નુકશાન પામેલ મકાનો પાસે ન જાઓ.
 • સંભવત: તુટેલા કાચથી તમારા પગનું રક્ષણ કરવા મજબૂત પગરખાં પહેર્યા વિના ભુકંપગ્રસ્ત ઈમારતોમાં ચાલો નહી.
 • જરૂરીયાત મુજબ બારી, બારણાં અને કબાટ ખૂબ જ બાળજીપૂર્વક ઉધાડો,વસ્તુઓ પડે નહી તેની કાળજી રાખો.
 • પાણી, વિજળી અને ગેસ બંધ કરી દો, બંધ હોય તો ખોલશો નહી.
 • રસોડામાં ગેસની વાસ આવે તો કોઈપણ સ્વીચ દબાવવી નહીં અને કશું જ સળગાવવું નહી.
 • ધુમ્રપાન ન કરો, દીવાસળી ન સળગાવો, ગેસ લીકેજ કે શોર્ટ સર્કીટ હોઈ શકે છે. ટોર્ચનો ઉપયોગ કરો.
 • જવલનશીલ પદાર્થ ઢોળાયેલ તો તત્કાળ સાફ કરી નાખો.
 • આગ લાગેતો બુઝાવવાનો પ્રયાસ કરો, અગ્નિશામક તંત્રની મદદ લો.
 • ઈજાઓ માટે પ્રાથમિક સારવાર મેળવો અને અન્યોને મદદ કરો.
 • ઇજા પામનાર વ્‍યકિત ગંભીર હોય તો નજીકના દવાખાનાએ વધુ સારવાર માટે ખસેડવા

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-06-2018