હું શોધું છું

હોમ  |

પૂર
Rating :  Star Star Star Star Star   

પુર 

પૂર પહેલાં

 • જે લોકો પૂરની શકયતાવાળા વિસ્તારમાં રહેતા હોય તેમને પોતાના વિસ્તારના પૂરની સંભાવનાવાળા જોખમી વિસ્તારોની વિગત તારવીને તેવા વિસ્તારો માટે ખાસ કાર્ય યોજના ધડવી.
 • પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં નુકશાન થવાની શકયતા હોય તેવા જનસમુદાયો, વિભાગો અને પૂરની પરિસ્થિતિના જોખમો અંગેની ચોકકસ વિગતો ઘ્યાને લઈ કાર્યયોજના બનાવવી અને ઉપલબ્ધ સ્થાનિક સંસાધનો તેમજ આવા વિસ્તારોની નજીકમાં ઉપલબ્ધ સંસાધનોની વિગતો મેળવી રાખવી.
 • ચેતવણી અને સાવધાનીની સુચનાઓ સાંભળવાની આદત કેળવવી જોઈએ. જો લોકોને પૂરની ચેતવણી સંજ્ઞાઓનું જ્ઞાન હોય તો તેઓના હીતમાં છે.
 • પૂરની અવાર નવાર સંભાવનાવાળા વિસ્તારોમાં વસતા લોકોએ પૂરના જોખમની જાણકારી માટે જુદા જુદા માઘ્યમો દ્વારા જનજાગૃતિને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવો.
 • આપત્તિની સંભાવનાવાળા ક્ષેત્રોમાં વિવિધ સ્થાનિક પ્રજા સાથે નજીક રહીને કામ કરતા સ્વયંસેવકો દ્વારા ગોઠવાતા જાહેર શિક્ષણ અને તાલીમના કાર્યક્રમોમાં ભાગ લેવો.
 • સ્થાનિક લોકોએ આપત્તિ સુસજજતામાં કેવી રીતે સહભાગી થઈ શકે તેનાથી માહિતગાર રહેવું
 • પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત બનાવટી કવાયતો (મોકડ્રીલ) સમયાંતરે આયોજન કરવું.
 • સ્થાનિક ઉપલબ્ધ હોય તેવા માનવ સંશોધનો અને ભૈતિક સાધનો વિગેરેનો સમુચિત ઉપયોગ યોગ્ય સમયે કરવો અને દૂરના તેમજ અસુલભ વિસ્તારોમાં બચાવ રાહત કામગીરી સમયસર થાય તે અંગે આયોજન કરવું જોઈએ.
 • આફતને કારણે જાન,માલ-મિલ્કત અને માળખાગત સુવિધાઓને થતી અસરોમાં ધટાડો કરવા અંગેની લાંબાગાળાની કાર્યયોજના તૈયાર કરી વિકાસના નિયમિત પ્લાન સાથે સંકલન કરી, દમલ કરવો.
 • મકાનોની ગટર લાઈનમાં તથા અન્ય જોડાણોમાં ચેક વાલ્વ લગાવવો જોઈએ,જેથી પુરનું પાણી આ જોડાણો માંથી પરત આવી શકે નહી.
 • પીવાનું પાણી ઢાંકેલા વાસણોમાં રાખો. વધારાના પાણીનો સંગ્રહ કરવા માટે બાલટી,વાસણો અને જગ તૈયાર રાખો.
 • પૂર કે અચાનક આવતા પૂર માટે તાત્કાલ્ક જરૂરિયાતની ચીજવસ્તુઓનો જથ્થો એકઠો કરી રાખવો અત્યંત જરૂરી છે. જેમાં સૂકી ખાદ્ય સામગ્રી, દવાઓ, પ્રાથમિક સારવારના સાધનો , ટોર્ચ, વધારાના બેટરી સેલ, લાકડું, પ્લાસ્ટીક શીટ્સ, ખીલા, હથોડી અને કરવત, પાવડો અને રેતીની થેલીઓનો સમાવેશ થાય છે.
 • મજબૂત જોડા પહેરવાં, પરિવારના બધાજ સભ્યોને પૂર સમયે શું કરવું જોઈએ તેનો ખ્યાલ હોવો જોઈએ.
 • સ્થળાંતર કરવાની શકયતા પણ ઉભી થઈ શકે છે. આથી લોકોએ તે માટેની યોજના અને તૈયારી રાખવી જોઈએ અને તે માટેના વિકલ્પો પણ તૈયાર રાખવા જોઈએ.
 • કોઈપણ મદદ માટે પોલીસ કે ફાયર વિભાગનો કયારે અને કેવી રીતે સંપર્ક કરવો તેની દરેક વ્યકિતને જાણકારી હોવી જોઈએ.
 • પરિવારના દરેક સભ્યને જાણ હોવી જોઈએ કે કયારે ગેસ, વીજળી અને પાણી સ્ત્રોત બંધ કરવાં.
 • ઘરનો બધોજ કિંમતી સામાન સલામત સ્થળે ખસેડી લેવો, જેથી પરનાં પાણીથી નુકશાન ન પહોચે અને અંતે જો અધિકૃત સત્તા દ્વારા જણાવવામાં આવે તો પ્રત્યેક વ્યકિત સ્થળાંતર માટે તૈયાર હોવી જોઈએ.

પૂર દરમ્યાન

 • જો તમે ઘરમાં હો તો અંદર જ રહ, બહાર નીકળશો નહીં. તમારો અગાઉથી તૈયાર કરેલો કટોકટીનો સામાન સાથે રાખો.
 • ટી.વી.કે રેડીયો સાંભળતા રહો, જેથી પૂર અંગેની અંતિમ માહિતી મેળવી શકાય.
 • જો સ્થળાંતર કરવાની સૂચના મળે તો તરત જ સ્થળાંતર કરો. સ્થળાંતરનો જે માર્ગ સૂચવવામાં આવે તે જ અનુસરો, કારણ કે ટૂંકા રસ્તાઓ કદાચ પૂરના લીધે બંધ હોઈ શકે.
 • જો તમે ઘરની બહાર હો તો ઉંચાણવાળા સ્થળે પહોંચી જાવ અને પૂરના પાણી ઓછા થાય નહી ત્યાં સુધી ત્યાં જ રહો.
 • પૂરના પાણીમાં ચાલશો નહીં, કારણકે તેમ કરવું જોખમી છે.
 • જો તમે કાર, સ્કૂટર, મોટરબાઈક કે ઓટોરીક્ષામાં મુસાફરી કરી રહયા હો અને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થવાનું આવે તો હિતાવહ છે કે આપ રસ્તો બદલી નાખો.
 • જો આપનું વાહન બંધ પડી જાય તો તેને છોડી દઈને ઉંચાણવાળા સ્થળે પહોંચવાનો પ્રયત્ન કરવો.
 • પૂરગ્રસ્ત રસ્તાઓથી ધેરાયેલા સ્થળે અંધારૂ થાય તે પહેલા વહેલી તકે બહાર ચાલ્યા જવું અથાવ સ્થળાંતર કરી લેવું.
 • વીજ પૂરઠો બંધ કરવો-ખુલ્લા વાયરને અડકવું નહી.
 • જો તરતા અવડતુ હોય તો ડૂબતાને બચાવવા.
 • ઉંડા-અજાણ્યા પાણીમાં પ્રવેશ કરવો નહીં.

પૂર બાદ

 • પૂર બાદ પૂરનાપાણીથી ચેપી રોગોની સંભાવના રહે છે તેથી તાત્કાલિક દાકતરી સારવાર લેવી જોઈએ.
 • ઉંડા,અજાણ્યા પાણીમાં પ્રવેશવું નહી.
 • પૂરના પાણી ઓસરી ગાય બાદ નદીના કાંઠાળા વિસ્તારમાં જવુ નહી.
 • ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.
 • આપના ઘરને કોઈ તિરાડ છે કે નહી કે અન્ય કોઈ નુકશાન છે કે નહી તેની ચકાસણી કરો. દિવાલો, ભોયતળીયું, છત, દરવાજા અને બારીઓ તપાસી લો કે જેથી મકાન પડી જવાનો ભય છે કે નહી તે જાણી શકાય અને તાત્કાલ્ક ભયથી સાવધાન રહી શકાય.
 • જો પૂરના પાણી ઘરની અંદર હોય અથવા મકાનની આસપાસ હોય તો તેવા મકાનની બહાર જ રહેવુ સલાહ ભર્યુ છે.
 • મકાનની અંદર પ્રવેશતા ખાતરી કરો કે તમે પહેરેલા જોડા મજબૂત છે.
 • રેડીયો અને ટી.વી.પર હવામાન સમાચાર સાંભળવાનું ચાલુ રાખો અને જયારે અધિકૃત સત્તા દ્વારા કહેવામાં આવે ત્યાંર બાદ પોતાના ઘરે જ જવુ જોઈએ. પૂરના પાણી ઓછા થાય તેથી તકલીફોનો અંત આવ્યો છે. તે માનવું ભૂલ ભરેલુ છે.
 • ઘરની નુકશાન પામેલી -તૂટેલી આવશ્યક લાઈનો જેવીકે ગેસ,ઈલેકટ્રીક લાઈન,ટેલીફોન લાઈન, ગટર લાઈન ઈત્યાદી સુવિધાઓના પુન:સ્થાપન માટે અધિકૃત વ્યકિતઓ- સત્તાધિકારી ને જાણ કરવી જોઈએ.
 • ઘરમાં પૂરના પાણી સાથે જોખમી જીવ જંતુ કે ઝેરી સાપ ધસડાઈને આવ્યા હોઈ શકે, તો તેનાથી ચેતવું.
 • જે ખાદ્યસામગ્રી પૂરનાં પાણીના સંપર્કમાં આવેલ હોય તેનો નાશ કરવો.
 • પૂરમાં અસર પામેલ વીજળીની સકીર્ટ, ભોયતળીયાની ભઠ્ઠીઓ, બોઈલર, ગેસ સીલીન્ડર અથવા વીજળીના ઉપકરણો જેમ કે મોટર પંપ વિગેરેની વ્યવસ્થિત ચકાસણી કરો. કોઈ સળગવા પાત્ર કે ધટાડો થઈ શકે તવી કોઈ ચીજ પાણી સાથે આવી ગઈ નથી તેની ખાત્રી કરી લો.
 • જો વીજ ઉપરણોને કોઈ નુકશાન થયેલુ માલુમ પડે તો ઘરની મુખ્ય વીજ પુરઠાની સ્વીચ બંધ કરી દેવી.
 • જો પાણી અને ગટરની લાઈનમાં ભંગાણ જેવું જણાય તો સંડાસનો ઉપયોગ બંધ કરો અને નળનું પાણી ન વાપરો.
 • પ્રદૂષિત પાણીનો ઉપયોગ ન કરવો.
 • ગટર વ્યવસ્થાને થયેલા નુકશાનની પણ ચકાસણી કરો અને તાત્કાલ્ક સમારકામ કરાવો. કારણ કે, આ પ્રકારનું નુકશાન ગંભીર રોગચાળો નોંતરી શકે છે.
 • ભોંયરાઓમાંથી પૂરનું પાણી પમ્પ વડે ધીરે ધીરે દૂર કરો જેથ કોઈ માળખાકીય ક્ષતિ પહોંચે નહી.
 • ગેસ લીંકની ચકાસણી કરો, જે ગેસની વાસથી કે ગેસ લીક થવાના અવાજથી ખ્યાલ આવી શકે છે. બારીઓ ખુલ્લી કરીને તે મકાનની બહાર આવી જાવ.
 • પીવાના પાણીને ઉપયોગમાં લેતા પહેલા ઉકાળીને જંતુ રહીત કરવું જોઈએ.
 • કલોરીન યુકત પાણી પીવું.
 • સુરક્ષિત ખોરાક જ ખાવો.
 • જે ખાદ્ય સામગ્રી પૂરના પાણીના સંપર્કમાં આવેલ હોય તે ફેંકી દો.
 • પૂરની પરિસ્થિતિ પછી બચાવની કામગીરી સલાહ પ્રમાણે તાત્કાલિક ધોરણે કરવી જોઈએ. બચાવની કામગીરી માટે કોઈપણ ટૂંકા રસ્તાનો સહારો ન લેવો જોઈએ.
 • ઇજાગ્રસ્‍ત વ્‍યકિતને પ્રાથમીક સારવાર આપવી અને જરૂર જણાયે વધુ સારવાર માટે નજીકના દવાખાને લઇ જવા.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-06-2018