હું શોધું છું

હોમ  |

રાસાયણિક અને ઔદ્યોગીક
Rating :  Star Star Star Star Star   

રાસાયણીક અને ઔધોગીક 

ઔદ્યોગીક આફતો પહેલાં

 • ઔદ્યોગીક એકમની સ્થાપના આવા એકમમાં અકસ્માતની શકયતા સાથે જ થાય છે. અસાધારણ સંજોગોમાં થતા અકસ્માતની સંભાવનાઓમાં સુરક્ષા તરીકે થઈ શકે તે માટેનો નાગરીક ધર્મ શું કહે છે. ?
 • શકય હોય ત્યાં સુધી ઝેરી રસાયણોના ઉત્પાદન કરતા અથવા ઉત્પાદન પ્રક્રિયામાં વપરાશ કરતાં એકમોની નજીકમાં વસવાટ ટાળવો.
 • ઔદ્યોગીક એકમોની આજુબાજુમાં વસવાટ કરતા લોકોએ તેમના રહેણાંકની પાસેના વિસ્તારમાં કેવા પ્રકારના ઔદ્યોગીક એકમો આવેલા છે તેની જાણકારી મેળવવી જોઈએ.
 • જોખમી રસાયણોના ગુણધમોર્ વિશેના સાહિત્ય, ચોપાનીયા, વૃતપત્રો વાંચવા અને ટી.વી./ રેડીયોના કાર્યક્રમો જોવા સાંભળવા.
 • જોખમી પરીબળો-ઝેરી એકમો/રસાયણો અંગે શિક્ષિત જાણકાર તરવરીયા યુવાનોએઅકસ્માતના સંજોગોમાં બચાવ કેવી રીતે થઈ થઈ શકે તેની તાલીમ મેળવવી જોઈએ, જેથી અણીના સમયે કામ લાગી શકે.
 • અકસ્માત થાય તો બચવા માટેના ઉપાયો અંગે જાણકારી મેળવો અને આવી જાણકારી માટે સરકારી/સ્વૈચ્છિક સંસ્થાઓ/ ઔદ્યોગીક એકમ ઘ્વારા યોજવામાં આવતા કાર્યક્રમોમાં સહભાગી થઈ જાગૃતિ કેળવવી.
 • અકસ્માતના સંજોગોમાં કઈ દિશામાં સ્થળાંતર કરી કયા સલામત આશ્રયસ્થાનમાં જવુ તે અંગે સમુદાય આધારીત પ્લાન બનાવો અને સમજો.
 • સ્થળાંતરના સંજોગો સર્જાય તો ત્વરીત સ્થળાંતર માટેના ઉપાયો અને અવરજવરના રસ્તાઓ અંગે પૂર્વ જાણકારી કેળવો.
 • સલામત આશ્રયસ્થાને પહોચવા માટે યોગ્ય દીશા તરફ લઈ જતા સારી હાલત વાળા અને ઓછા ટ્રાફીક વાળા રસ્તાઓ પસંદ કરી રાખવા અને તેની વિગતો પ્લાનમાં દાખલ કરવી.
 • કુંટુંબ માટેની આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરી કુંટુંબના દરેક વ્યકિતની તેની સમજણ આપી વાકેફ કરવા.
 • ઝેરી રસાયણોના ગુણધર્મો અને તેનાથી બચવાના પ્રાથમિક ઉપયોગોથી કુંટુંબની દરેક વ્યકિતને માહિતગાર કરવા કેમ કે, ધણા રસાયણો રંગ અને ગંધ વગરના હોય છે. આંખમાં પાણી આવે અને ઉબકા આવે તેવુ જણાય તો રસાયણની હાજરીની નિશાની છે.
 • બિનજરૂરી અને અયોગ્ય જાળવણીને લીધે બગડી ગયેલા રસાયણોનો નાશ કરવો.
 • રસાયણો વાપરતી વખતે એકની સાથે બીજુ ભેળવવુ નહી.
 • રસાયણોનો ઉપયોગ કરતી વખતે ધુમ્રપાન કરશો નહી.
 • જો રસાયણ ઢોળાઈ જાય તો તેને તુર્તજ સાફ કરી દો.

ઔદ્યોગીક આફતો વખતે આટલુ કરો

 • ઔદ્યોગીક એકમમાં મોટી હોનારત થતાં, એકમોમાંથી કોઈ વ્યકિત બહાર ખબર પહોચાડી શકે તેમ ન હોય તો નાગરીક તરીકે પ્રથમ ફરજ થઈ પડે કે, સરકારી સત્તાધીશોને, ફાયર બ્રિગેડને, પોલીસ વિભાગ વિગેરેને થયેલ હોનારતની પ્રાથમિક ખબર વહેલી તકે પહોચાડી, સરકારી મદદ સમયસર પહોચે તે માટે સહાયરૂપ થવુ.
 • અસરગ્રસ્ત એકમોમાં આગ લાગી હોય તો પાણીનો છંટકાવ, પાણી પુરવઠાની ઉપલબ્ધી અને ફાયર બ્રિગેડને મદદ કરવી.
 • મદદે આવનારને પાકીર્ગ માટેનું માર્ગદર્શન અને બિનજરૂરી વ્યકિતઓને ઘટના સ્થળેથી દુર રાખવાની કામગીરી કરવી.
 • ફસાયેલા માણસોના બચાવની કામગીરી, ઈજા પામેલાને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોચાડવા મદદરૂપ થવુ, પ્રાથમિક સારવાર આપવી, ફસાયેલા કામદારોના સગાં-સ્નેહીઓને હુંફ આપવી.
 • સરકારી હોદ્દેદારોને સાચી માહિતી આપવી, આગ વધુ પ્રસરતિ અટકાવવા જરૂરી કામગીરી પૈકી કોઈપણ પ્રકારની સહાયક કામગીરી કરવી.
 • જો કારખાનામાં વિસ્ફોટ થયો હોય અને ચીજવસ્તુઓ તથા પ્લાન્ટ વેર-વિખેર પરિસ્થિતિમાં હોય તો આસપાસના વધુ માણસોની મદદથી વિસ્તારની બચાવ કામગીરી, સત્તાધિકારીને ત્વરીત સંદેશાથી જરૂરી માહિતી પુરી પાડવી.
 • ટી.વી. અને રેડીયોમાં બ્રોડકાસ્ટ થતી દુર્ધટના ઉપર અપાતી છેલ્લામાં છેલ્લી માહિતી મેળવો.
 • ચીમનીના ધુમાડા કઈ દીશામાં જાય છે તેનુ અવલોકન કરી હવામાં ધુળ ફેંકી પવનની દીશા નકકી કરો.
 • પવન આવવાની તથા જવાની દીશા નકકી કરી તે બે દીશા સિવાયની કોઈપણ દીશામાં ઝડપતી આશ્રય સ્થાનમાં પહોચી જાઓ.
 • મોં ઉપર ભીના રૂમાલ અથવા કપડાંનો ટુંકડો રાખી નાક અને આંખ ઉપર દબાવી, એક આંખ અર્ધખુલ્લી રાખો અને ઘરની બહાર નીકળી ઝડપથી પવનની વિરૂઘ્ધ દીશામાં જાઓ.
 • ભીનુ કપડું નાક ઉપર રાખી ભીના કપડાં દ્વારા જ શ્વાસ લો.
 • જો ટોકસીક, ઝેરી, કોરોઝીવ, ફલેમેબલ પ્રકારના કોઈ ગેસ ગળતર, ગેસ લીકેજ જેવી હોનારત સર્જાય તો તુરત જ હવાની દીશાનો અણસાર મેળવી હવાની લંબ દીશામાં દુર કોઈ શાળા, જાહેર મકાન જેવા આશ્ર્રય સ્થાને તાત્કાલીક પહોચાડવા.
 • વધુ પ્રમાણમાં ગેસ જણાય અને વધુ માણસો હોય તો કોઈ વાહનમાં માણસોને બેસાડી દુરના સ્થળે તાત્કાલીક પહોચાડવા.
 • માણસોને સલામત- આશ્ર્રય સ્થાન પ્રતિ સ્થાંળતર અંગે જરૂરી કામગીરી કરાવવામાં મદદ કરવી.
 • શાળા, શોપીંગ સેન્ટર, થીયેટર વિગેરે વધુ પ્રમાણમાં માણસો એકઠા થતા હોય તેવા સ્થળે જાહેરાત કરાવવી.
 • હોનારત થયા પછી પૂર્વવત સ્થિતી જાળવવામાં વધુ સમય લાગે તેમ હોય તો સલામત આશ્ર્રય સ્થાન ઉપર પીવાનું પાણી, ખોરાક, દવાઓ વિગેરે સવલતો પુરી પાડવા માટે ચુંટાયેલા પ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓ, જાહેર ટ્રસ્ટૉ તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ઔદ્યોગીક એકમોની મદદથી કામગીરી કરવી.
 • ગેસ, ઈલેકટ્રીક બંધ કરો અને ચુલા / તાપણાં બુઝાવી દો.
 • બીડી / સીગારેટ અથવા ધુમ્રપાન બંધ કરવો અથવા ન કરો.
 • હોનારત સ્થળે બિનજરૂરી વાહનો ન લઈ જાઓ.
 • હોનારત સ્થળની નજીક જવા પ્રયત્ન કરવો અને બીજાને બિનજરૂરી ભીડ કરતા અટકાવો.
 • સ્વચ્છતા જાળવો, ગભરાહટ, ઉશ્કેરાટ ન કરો.
 • ઘરના બારી- બારણાં બંધ કરી ખુલ્લા મેદાનમાં કે, અગાશીમાં જાઓ.
 • અધિકૃત વ્યકિતની સુચના અનુસાર સલામત સ્થળે ખસી જાઓ તથા અન્યને સુચિત કરો.
 • સામાન કરતા જીવન કિંમતી છે તેથી સામાનની ચિંતા ન કરતાં જાન બચાવો.
 • પ્રાણિઓને છુટા મુકી દેવા શકય હોય તો સલામત સ્થળે દોરી જવા.
 • સાયરન સાંભળી રેડીયો / ટી.વી. પર જરૂરી સુચનાઓ સાંભળો અને તેનો અમલ કરો.
 • સલામત જગ્યાએ એકઠા થયા બાદ અધિકૃત વ્યકિત દ્વારા અપાતી બીજી સુચનાની રાહ જુઓ.
 • ગામવાળા બધાને આ અંગે તરત જ ખબર પહોચાડો.
 • આપની મદદમાં આવેલાઓને સંપૂર્ણ સહકાર આપો.
 • અફવાઓ પ્રત્યે ઘ્યાન ન આપશો તથા અફવાઓને ફેલાવશો નહી.
 • કટોકટી કે હોનારત પુરી થયાની પૂર્ણ જાણકારી મળે પછી પોતાના રોજીંદા કામકાજમાં પાછા વળો.
 • સ્વચ્છતા જાળવો ભયભીત બની ઉશ્કેરાટમાં ઉતાવળુ પગલુ ન ભરો.
 • જો શકય બને તો સાયકલ, સ્કુટર વિગેરે કોઈપણ વાહનમાં બેસી ઝડપથી સલામત સ્થળે પહોચવુ.
 • નાનો ટ્રાન્ઝીસ્ટર રેડીયો હોય તો સાથે લઈ જવો જેથી રેડીયો ઉપરથી પ્રસારિત થતાં સંદેશા મળી શકે.
 • મોટર, સ્કુટર,ટ્રક, વાહનો બંધ કરી દેવા.
 • સ્થળ છોડી ન શકે તેવા બિમાર, અશકત,અસહાય કે, અપંગ વ્યકિતને મકાનના બારી-બારણાં બંધ કરી સલામત રીતે રાખવા.
 • સબ સલામતનું સાયરન વાગે એટલે વ્યવસ્થાઅનુસાર પોતાની જગ્યાએ અથાવત કામગીરી સંભાળવી.

ઔદ્યોગીક આફતો વખતે આટલુ ન કરો

 • ખોટી હો-હા ન કરો અને રધવાયા ન થાઓ.
 • ઝડપથી ચાલો પણ ખોટી દોડા-દોડ કરો નહી તેમજ ધક્કામુકી ન કરો.
 • ફોન વિગેરે સીસ્ટમને કામ વગર આવા સમયમાં રોકી ન રાખો.
 • જે સ્થળે જોખમ ઉભુ થયુ હોય તેવા સ્થળની બિનજરૂરી મુલાકાત અને નિરિક્ષણ કરી પ્રેક્ષક બનવાનું ટાળો. અને બીજા વ્‍યકિત જે ઉભા હોય તેને ત્‍યાથી ખસેડો.
 • દુરધટના નિયંત્રણ માટે નકકી કરેલ વ્યકિતઓને તેમનું કામ કરવામાં અવરોધરૂપ ના બનો.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-06-2018