હું શોધું છું

હોમ  |

અકસ્માત
Rating :  Star Star Star Star Star   

વાવાઝોડા પહેલાં....  

·         અફવા ફેલાવશો નહીં. શાંત રહો ગભરાટ કરશો નહી

·         રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો, અને બાંધકામને લગતી ક્ષીતઓ દૂર કરો.

·         સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળવા રહો.

·         આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો. ચકાસી લો.

·         બેટરીથી ચાલતા રેડીયો વાપરવા સલાહભર્યુ છે.

·         સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.

·         જો જોખમી વિસ્તારમાં રહેતા હોવ તો વાવાઝોડાથી પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું સલાહભર્યુ છે.

·         સ્થળાંતર સમયે ગભરાટ ફેલાવશો નહીં

·         સ્થળાંતર સમયે સામાન તેમજ ઢોર ઢાંખરની સલામતીનું ઘ્વાન રાખો.

·         ઢોર ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો.

·         માછીમારોએ દરિયામાં જવું નહીં. બોટ સલામત સ્થળે લાંગરવી.

·         અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું.

·         લણણી માટે તૈયાર પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે ખસેડો. જેથી વાવાઝોડાથી થતુ નુકશાન અટકાવી શકાય.

·         મોટા વૃક્ષની નબળી ડાળીઓ, સુકા રોગયુકત ભાગો કાપી નાંખો જેથી પડી જવાથી થતુ નુકશાન અટકાવી શકાય.

·         કેટલાક લાકડાના પાટીયા રાખો. જે બારીઓમાંથી જડી શકાય.

·         આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ઘ્યાનમાં રાખો.

·         રેડીયો, ટોર્ચ, ફાનસ વધારાની બેટરી સાથે રાખો.

·         બિમાર વ્યકિતઓ અને બાળકો માટે ખોરાક, પાણી અને દવાઓની લગભગ સાતેક દવિસ ચાલે તેવી વ્યવસ્થા રાખો.

·         સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં, અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.

·         અગત્યના ટેલીફોન નંબર હાથવગા રાખો.

·         ઘરનાં સભ્યો અને ખાસ કરીને બાળકોમાં વાવાઝોડા અને તેની અસરો તેમજ સલામતીના પગલાં વિશે ચર્ચા કરો જેથી કટોકટીના સમયે કોણે શું કરછુ તેનું તેઓને જ્ઞાન રહે. આમ કરવાથી તેઓનો ભય દૂર થશે. અને આપતિ સમયે ઝડપથી સલામતીભર્યા પગલાં લેવાની સુઝ વિકસશે.

·         વાહનો ચાલી શકે તેવી સ્થિતીમાં રાખો.

·         જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શકાય તેમ હોય તો ઉપરના માળે ખસેડી લેવો.

·         પીવાનું પાણી બંધ વાસણમાં સંગ્રહી લો.

વાવાઝોડા દરમ્યાન .........

·         જજરિત મકાન કે, વૃક્ષ નીચે આશ્રય લેશો નહીં

·         રેડીયો અને સમાચાર સાંભળતા રહો. અને સુચનાઓનો અમલ કરો.

·         વાવાઝોડાના સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહી.

·         ઘર ખાલી કરવાની સુચના ન મળી હોય તો ઘરના મજબૂત ભાગમાં આશરો શોધી અંદર જ રહો.

·         વાવાઝોડાના સમયે મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળો.

·         ઘરની બહાર હોય તો વીજળીના તારથી દૂર રહો. થાંભલા કે વીજ ઉપકરણોને અડશો નહી.

·         વીજપ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા.

·         ઘરના તમામ બારી બારણાં બંધ રાખો. નાના બાળકોની વિશેષ કાળજી લો.

·         ખુલ્લી જગ્યામાં સપડાયેલા હોવ તો સલામત આશરો શોધો.

·         ચેતવણી તરફ ઘ્યાન આપો. અને ફરવા નીકળશો નહીં.

·         વાહન હંકારતા હોતો અટકી જાવ, વાહનમાં જ સલામત સ્થળે ઉભા રહી જાવ.

·         દરિયા નજીક, ઝાડ નીચે કે, વીજળીના થાંભલા કે લાઈનો વચ્ચે ઉભા રહેશો નહીં.

·         ટેલીફોન ઘ્વારા શકય હોય તો કંટ્રોલરૂમમાંથી સાચી માહિતી મેળવવી. અને અફવાઓથી દૂર રહેવું

·         વીજળીના થાંભલાથી દૂર રહો.

·         માછીમારોએ દરિયામાં ન જવું. અને હોડીઓ સલામત સ્થળે રાખી આશરો મેળવવો.

·         અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.

·         વાવાઝોડાની ''આંખ'' વિસ્તાર શાંત હોય છે. તેનાથી છેતરાશો નહી. વાવાઝોડુ સમ્યા પછી પણ સલામતની સુચનાની રાહ જુઓ.

·         હિમત કેળવી અન્યોન્ય હુંફ પૂરી પાડો અને મદદ કરો. ગભરાશો નહીં.

·         ખોટી અથવા અધુરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો.આધારભૂત સુચનાઓને અનુસરો.

વાવાઝોડા બાદ........

·         નુકશાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ ન કરો.

·         અન્ય અસરગ્રસ્તોની મદદ કરો.

·         ફોનનો ઉપયોગ જરૂર પૂરતો જ કરો.

·         ઘર સલામત હોય તો ઘરમાં જ રહો.

·         બહાર નીકળતાં પહેલાં વાવાઝોડું પસાર થઈ ચૂકયુ છે તેની ખાતરી કરીને જ બહાર નીકળવું.

·         સ્થાનિક અધિકારીઓની સુચના મુજબ વર્તો.

·         રેડિયો કે ટી.વી.ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશો આવે ત્યાં સુધી રાહ જુઓ.

·         તૂટેલા વીજળીના તાર, પુલ તથા મકાનોના માળખાથી બચો.ચેતો.

·         કાટમાળમાંથી પસાર થતાં પતરાં, કાચના ટુકડા સાપ જેવા ઝેરી જીવ જંતુથી સાવધ રહો.

·         પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો.

·         દરિયાઈ પ્રવાસ કે માછીમારી માટે જતા અગાઉ ર4 કલાક રાહ જુઓ.

·         વીજળીક ઉપકરણો ભીના હોય તો ઉપયોગ કરવાનું ટાળો.

·         ગેસ કનેકશન લીધેજ નથી તે ચકાસી જુઓ. જો લીકેજનો ખ્યાલ આવે તો બારીઓ ખોલી મકાન ની બહાર આવી જાવો.

·         તત્કાલ રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ.

·         જો સ્થળાંતર કરેલ હોય તો સૂચના મળે ત્યારે જ અને સૂચના મુજબના રૂટ પરથી જ પાછા ફરવાનું રાખો.

·         વીજળીના સાધનોને નુકશાન થયું હોય તો ઘરની વીજ પુરવઠાની મેળન સ્વીચ બંધ કરી રાખવી. અધિકૃત વ્યકિતને બોલાવી સમારકામ કરાવવું.

·         પીવાના પાણીને ઉકાળીને જંતુરહિત કરવું ત્યારબાદ ઉપયોગ કરવો.

·         જો પાણી અને ગટરની લાઈનમાં કોઈપણ પ્રકારનું નુકશાન જણાય તો સંડાસનો ઉપયોગ બંધ કરો અને નળનું પાણી ન વાપરો.

·         બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલીટી, કંટ્રોલરૂમ અને તાલુકા મામલતદાર કચેરીનો કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાય છે.

·         બચાવની કામગીરી તાત્કાલીક ધોરણે યોગ્ય એજન્સીની મદદથી હાથ ઘરવી. તે માટે કોઈપણ ટૂંકા રસ્તાનો સહારો ન લેવો.

·         વાવાઝોડા પછી સુરક્ષિત ખોરાકનો જ ઉપયોગ કરવો

·         વાવાઝોડામા પાણી ઉકાળીને પીવુ જરૂરી છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 25-06-2018