હું શોધું છું

હોમ  |

મહીલાઓ માટે કાયદાની વિશિષ્ટ જોગવાઈઓ
Rating :  Star Star Star Star Star   

 • સૂર્યાસ્તથી સૂર્યોદય દરમિયાનમાં અનિવાર્ય સંજોગો સિવાય મહિલાની ધરપકડ કરી ન શકાય.
 • રાત્રીના સમય મહિલાની ધરપકડ મહિલા પોલીસ દ્વારા જ થઈ શકે.
 • મહિલાની જડતી મહિલા પોલીસ દ્વારા જ થઈ શકે.
 • ૧પ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો તથા મહિલાને નિવેદનો લેવા પોલીસ ચોકી/ સ્ટેશને બોલાવી ન શકાય.
 • મહિલાના અકુદરતી મૃત્યુના કેસમાં લગ્ન જીવનને ૧૦ વર્ષ થયાં હોય અથવા મહિલાની ઉંમર ૩૦ વર્ષથી ઓછી હોય, તે સાસુ-સસરાની સાથે રહેતી હોય તો તેવા ગુનાની તપાસ નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારીએ કરવાની હોય છે.
 • લાશનું પોસ્ટમોર્ટમ બે ડોક્ટરની પેનલ દ્વારા થવું જોઈએ.
 • ઈન્કવેસ્ટ પંચનામું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરવાનું હોય છે.
 • મહિલા સુરક્ષા સમિતિને બનાવની જાણ કરવાની હોય છે.
 • સ્ત્રીધન પરત મેળવવા ફરિયાદ કરી શકાય છે.
 • મહિલા માટે અલગ લોકઅપની વ્યવસ્થા હોય છે.
 • સરકારશ્રી તરફથી મહિલાઓ ઉપર થતાં અત્યાચારો, અપમૃત્યુના બનાવો, દહેજ પ્રથા અટકાવવા, બાળલગ્ન, વેશ્યાવૃત્તિ રોકવા માટે લગભગ અલગ કાયદાઓની જોગવાઈ કરવામાં આવેલ છે.
 • મહિલાઓ ઉપર થતા અત્યાચારો આ અંગેની ફરિયાદો દરેક પોલીસ સ્ટેશનના થાણા અમલદાર ફરીયાદ લેવા બંધાયેલ છે.
 • આ ઉપરાંત વડોદરા શહેરમાં મહીલા પોલીસ સ્ટેશન પણ વડોદરામાં શરૂ કરવામાં આવેલ છે. આ પોલીસ સ્ટેશનમાં મહિલાઓને લગતા પ્રશ્નોની ફરીયાદ, અરજીઓ પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે છે.
 • આ પોલીસ સ્ટેશન પોલીસ કમિશનરશ્રીની સીધી દોરવણી હેઠળ વુમન હેલ્પ લાઈન યોજના શરૂ કરવામાં આવેલ છે. જેમાં અઠવાડિયાના દર ગુરુવારે મહિલાઓના પ્રશ્નો બાબતે ૧૬.૦૦ થી ૧૯.૦૦ દરમિયાન કાઉન્સેલિંગ રાખવામાં આવે છે.
 • આ કાઉન્સેલિંગના સભ્યોમાં નાયબ પોલીસ કમિશનરશ્રી, વહીવટ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, પી.સી.બી., મહિલા પોલીસ સ્ટેશન પો.ઈ. તેમજ શહેરની સ્ત્રી જાગૃતિ સંસ્થાની અનુભવી અને મહિલાના પ્રશ્નોના ઊંડા અભ્યાસ બાદ ડિગ્રી કોર્સ કરેલ છે. તેવી બે મહિલાઓ કાઉન્સેલિંગમાં બેસી સ્ત્રીઓના સામાજિક પશ્નોનો નિકાલ કરે છે.

 

 •  મહીલા પોલીસ સ્‍ટેશનના, કારેલીબાગ પો.સ્‍ટે.ની પાસે ભુતીડા ઝાપા ડી.સી.પી. ઝોન- ૪ ઓફીસ અંદર  વડોદરા શહેર, ટેલિફોન નંબર ર૪૧૧૮૫૫

⇒ ભારતીય ફોજદારી ધારો ( આઈ.પી.સી.)
⇒ ઈ.પી.કો. કલમ ૪૯૮(ક)

-

કૌટુંબિક ખાસ કરીને સાસરી પક્ષ તરફથી માનસિક,
શારીરિક ત્રાસ આપવામાં આવતો હોય ત્યારે.

⇒ ઈ.પી.કો. કલમ ૩પ૪

-

સ્ત્રીના છેડતીના બનાવમાં

⇒ ઈ.પી.કો. કલમ ૩૦૬

-

સ્ત્રીને આપધાત કરવા મજબૂર કરવા બાબતે.

⇒ ઈ.પી.કો. કલમ ૩૦૪(બ)

-

દહેજના લીધે મૃત્‍યુ

⇒ ઈ.પી.કો. કલમ ૩૭૬

-

બળાત્કાર બાબત.

⇒ ઈ.પી.કો. કલમ ૪૦૬

-

સ્ત્રીધન પરત મેળવવા માટે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018