હું શોધું છું

હોમ  |

સામાન્ય પ્રકારના કૃત્યો જે સામાજીક ત્રાસદાયક
Rating :  Star Star Star Star Star   

સામાન્ય પ્રકારનાં કૃત્યો જે સામાજિક ત્રાસદાયક હોય અને પોલીસની ફરજ

સમાજમાં સામાન્ય સંજોગોમાં સાર્વજનિક જગ્યામાં થતાં સામાન્ય કૃત્યો, અડચણો, હરકત વગેરેને કારણે જાહેર જનતા આવી સામાન્ય હરકતો અંગે ખાસ જાણકારી ન હોવાના કારણે કોઈ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. આવા કિસ્સાઓમાં નીચે જણાવેલ અડચણો, કૃત્યો અંગે પોલીસ અધિકારી બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે.

 • ઢોરને રસ્તામાં સાર્વજનિક જગ્યામાં રઝળતું મૂકવું.
 • જાનવર મારફત અડચણ ઊભી કરવી.
 • પગવાટ ઉપર અડચણ કરવી.
 • રસ્તા ઉપર જાનવરનો વધ કરવો, જાનવરનું મડદું અથવા ચામડું સાફ કરવું.
 • કરડતો કૂતરો જાહેરમાં ફરવા દેવો કે ઘોડા છૂટા મૂકવા.
 • જાહેરમાં નાહવા કે ધોવા અલાયદી નહીં રાખી હોય તેવી ખુલ્લી જાહેર જગ્યામાં નાહવું, મળમૂત્ર કરવું, જાહેરમાં થૂંકવું.
 • સાર્વજનિક કૂવાનું પાણી ખરાબ કરવું.
 • જાહેરમાં નિર્લજપણે વર્તવું.
 • જાહેર રસ્તામાં આવનાર વ્યક્તિને જાણીબૂઝીને ધક્કા મારવા, તોફાની ચાલ ચાલવી, ભય ઉદ્દભવે તેવાં કૃત્યો કરવા.
 • સુલેહભંગ કરવાના ઈરાદાથી ગેરવર્તન કરવું.
 • કોઈની નકલ કરવી, ગાન, તાન ધેલ કરવા.
 • કોઈને પતંગ ઉડાડવાની મનાઈ કરવી.
 • જાહેરમાં ગંદવાડ કરવો.
 • સાર્વજનિક આનંદ પ્રમોદની જગ્યામાં અવ્યવસ્થિત વર્તણુંક.
 • સોસાયટીમાં કે જાહેરમાં ઊંચા અવાજે માઈક કે ટેપ વગાડવી.
 • સાઇલેન્સ ઝોનમાં ઊંચા અવાજવાળા હોર્ન વગાડવા.
 • સરકારી કચેરીમાં ધૂમ્રપાન કરવું, સિનેમાં ગૃહોમાં ધૂમ્રપાન કરવું, અન્ય પ્રેક્ષકોને અડચણ થાય તે રીતે ચેનચાળા કરવા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 05-06-2018