હું શોધું છું

હોમ  |

ટ્રાફીક શાખા
Rating :  Star Star Star Star Star   

નાયબ પોલીસ કમિશનર

મદદનીશ પોલીસ કમિશનર
ફોન નંબરઃ ર૨૨૫૭૪૬(ક)
કચેરીનું નામ તથા સરનામું -નાયબ પોલીસ કમિશનરની કચેરી, ટ્રાફિક શાખા, ઝોન-૪, ની કચેરીમા, મહીલા પોલીસ સ્ટેશન, ઉપર કારેલીબા બાગ ભુતડી ઝાપા, વડોદરા.

વડોદરા શહેરની ટ્રાફિક શાખા કારેલબાગ પોલીસ સ્ટેશન,પાસે આવેલ છે.ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર  તથા મદદનીશ પોલીસ કમિશનર દરજજાના હોય છે. આ શાખા-ર૪ કલાક સતત કાર્યરત છે. આ શાખામાં પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, પોલીસ જમાદાર, તથા પોલીસ કોન્સ્ટેબલ દરજ્જાના કર્મચારીઓ વડોદરા શહેરનું ટ્રાફિક નિયમનનું કામ કરે છે..

ટ્રાફિક નિયમન -

વડોદરા શહેર વિસ્તાર ઝડપી વિકાસ થતો હોય સાથે સાથે વાહનોની સંખ્યામાં પણ તીવ્ર ગતિથી વધારો થયેલ છે. અને શહેરના જાહેર માર્ગો ઘણાં જ સાંકડા હોવાથી દિવસે ટ્રાફિક સમસ્યાનો પશ્ર મહત્વનો બનતો જાય છે. આ ટ્રાફિક સમસ્યાનો પ્રશ્રોને હલ કરવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ, મહાનગર પાલિકા, માર્ગ અને મકાન વિભાગ, સ્વયંસેવી સંસ્થાઓ અને વડોદરા શહેરના દરેક નાગરિકના સંયુક્ત પ્રયાસોથી પ્રશ્ર હલ થઈ શકે છે. સામાન્ય રીતે ટ્રાફિક નિયમન માટે લીધેલ તમામ પ્રયત્નોને ત્રણ ભાગમાં વહેંચી અભ્યાસ કરવામાં આવે છે. જે અંગ્રજીમાં -૩(ઈ) થી ઉલ્લેખ કરી શકાય છે.

૧) ટ્રાફિક એજ્યુકેશન (ર) ટ્રાફિક એન્જિનિયરિંગ (૩) ટ્રાફિક એન્ફોર્સમેન્ટ.

 • ટ્રાફિક એજ્યુકેશન -
  • ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે લોકોમાં ટ્રાફિક અંગેની સમજ તેમ જ ટ્રાફિકના નિયમો અને કાયદાઓ બાબતે જાણકારી આપવાની ખાસ જરૂર રહે છે. આ દિશામાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી વિવિધ પ્રકારના પ્રયોગો તેમ જ આયોજનો કરવામાં આવે છે.
  • વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષમાં એક વાર ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહ ઊજવી પ્રજામાં ટ્રાફિક અંગેનાં જ્ઞાન માટે તથા ટ્રાફિકના નિયમો અને નિયમનનું પાલન કરવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં શહેરની વિવિધ શાળાઓ તેમ જ એસ.ટી.ડેપો વગેરે સંસ્થાઓમાં ટ્રાફિક અંગેનો વાર્તાલાપ રાખી સમજ આપવામાં આવે છે. તેમ જ વાહનોના ડ્રાઈવરોની આંખો તપાસવા માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમ જ બાળકોની ટ્રાફિક નિયમો અંગેની ક્વિઝ તથા ચિત્ર હરીફાઈ રાખવામાં આવે છે અને ચિલ્ડ્રન પાર્ક ખાતે આમજનતાને ટ્રાફિક નિયમ અંગે જ્ઞાન મળે તે હેતુથી પ્રદર્શન ગોઠવવામાં આવે છે, તેમ જ શહેર વિસ્તારના ટ્રાફિક પોઈન્ટ જંકશનો ઉપરથી ટ્રાફિક પોલીસ તથા હોમ ગાર્ડના જવાનો દ્વારા જાહેર જનતાને ટ્રાફિક નિયમન અંગેના નિયમ દર્શાવતા ચિત્રવાળા તથા જુદા જુદા સ્લોગનો દર્શાવતા પેમ્ફલેટોની વહેંચણી કરવામાં આવે છે. તેમ જ ટ્રાફિક પોલીસ દ્વારા શહેર વિસ્તારના મહત્વના જંકશનો પોઈન્ટો ઉપર મોબાઈલો દ્વારા ટ્રાફિક અંગેની માહિતી તેમ જ નિયમ પાળવા માટેનાં સૂચનો માઈક દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે. તેમ જ સોકલિન, એફ.એસ.એલ., આર.ટી.ઓ., તથા ટ્રાફિક પોલીસ સંયુક્તપણે ઝુંબેશ રાખી વધુમાં વધુ ટ્રાફિક નિયમોનો ચુસ્તપણે જાહેર જનતા પાલન કરે તે હેતુથી ડ્રાઈવ ગોઠવી વધુમાં વધુ કેસો કરી, સ્થળ ઉપરથી દંડની વસૂલાત કરવામાં આવે છે. તેમ જ સ્થળ ઉપર વાહનોની હેડ લાઈટો ઉપર પીળા પટ્ટા પણ પાડવાની કામગીરી કરેલ છે.
  • વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં રોજ રોજ ટ્રાફિક નિયમન, નિયમો પાળવા અંગે વાર્તાલાપ રાખવામાં આવે છે અને ટ્રાફિક અંગે નાનાં બાળકોને જ્ઞાન મળે તે હેતુથી વિવિધ શાળાઓમાં ટી.વી. દ્વારા વીડિઓ કેસેટ દર્શાવવાનું આયોજન કરવામાં આવે છે. અને રોડસેફ્ટી પેટ્રોલના નેજા હેઠળ બાળકોને વડોદરા શહેર કમાટીબાગ, ચિલ્ડ્રન પાર્ક તથા રેલવે પરેડ ગ્રાઉન્ડ ખાતે ટ્રાફિકના નિયમો, પરેડ વગેરે જ્ઞાન આપવામાં આવે છે. અને તેઓને ટ્રાફિક નિયમોનું પાલન કેવી રીતે કરવું અને કરાવવું તે શીખવવામાં આવે છે.
  • વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમ જ સામાજિક પ્રવૃત્તિની વીડિયો ફિલ્મ બનાવવામાં આવે છે. જેમાં ટ્રાફિકની સમજ આપતી વિગતો દર્શાવવામાં આવે છે. જે ટૂંક સમયમાં વડોદરા શહેર કેબલ માઘ્યમો દ્વારા પ્રસારણ કરવા માટે યોજના કરવામાં આવેલ છે.
 • ટ્રાફિક એન્જિનિયરિંગ
  • વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમ જ માર્ગ અને મકાન વિભાગ અને લાગતા વળગતા વિભાગોને સૂચનો આપવામાં આવે છે. આપના આ બાબતે કોઈ પણ સૂચન જે તે શાખાને આપી શકો છો. ઉપરાંત વડોદરા શહેર ટ્રાફિક શાખા અથવા વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીને પણ આપી શકાય છે, જેઓ જે તે વિભાગને પાઠવશે.
 • ટ્રાફિક એન્ફોર્સમેન્ટ -
  • વડોદરા શહેરમાં મહત્વના જંકશન પોઈન્ટો ઉપર ટ્રાફિકનો સતત પ્રવાહ વધુ રહે છે, તેવી જગ્યાએ ટ્રાફિક પોલીસના પોઈન્ટો મૂકવામાં આવેલ છે, જેઓ ટ્રાફિક નિયમન કરાવે છ, તેમ જ ચાર રસ્તા ઉપર સાઈડ સિગ્નલ પોઈન્ટો ઉપર પણ ફરજ બજાવે છે. તેમ જ ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને મેમો આપી સ્થળ ઉપર દંડની વસૂલાત કરવામાં આવે છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા -૬ ક્રેઈનો ટોઈંગ ચાર્જ વસૂલ કરવા માટે મૂકેલ છે. જે શહેરનાં વિવિધ સ્થળોએ જ્યાં ટ્રાફિકનું ભારણ વધુ હોય તેમ જ પાર્કિંગ, નોનપાર્કિંગ ઝોન એકી બેકી પાર્કિંગ ઝોન તેમ જ ટ્રાફિકને લગતા જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલક વિરુદ્ધમાં કાયદેસર પગલાં ભરી દંડ વસૂલાત કરે છે અને નો પાર્કિંગમાં ઊભા રહેતાં વાહન તથા ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ટોઈંગ કરી, ટોઈંગ ચાર્જ વસૂલાત કરવામાં આવે છે. તેમ જ શહેર વિસ્તારમાં મહત્વના પોઈન્ટો ઉપર હેડ કોન્સ્ટેબલ અને ઉપરી દરજજાના અધિકારીને સરકાર તરફથી માંડવાળનો અધિકાર મળે છે જે સત્તાની રૂએ ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ પગલાં ભરી સ્થળ ઉપર દંડની વસૂલાત કરવામાં આવે છે. આ સાથે મોટર વ્હિકલ એક્ટની મુખ્ય જોગવાઈઓનું પત્રક તથા ક્રેઈન ચાર્જનું પત્રક આ સાથે સામેલ છે.

પોલીસ શું કરી શકતી નથી ?

 • ફરજ ઉપરના ટ્રાફિક પોલીસના માણસો તેમના યુનિફોર્મ વગર ટ્રાફિક ચેકિંગ કરી શકતા નથી..
 • યુનિફોર્મ પહેરેલ હોય ત્યારે યુનિફોર્મ ઉપર નામ તથા રેન્ક નંબર લખેલી નેઈમ પ્લેટ અથવા બક્કલ નંબર હોવો અનિવાર્ય છે.
 • જો તે ન હોય તો આવા પોલીસના માણસો ચેકિંગ કરતા ઘ્યાન ઉપર આવે તો નજીકના પોલીસ સ્ટેશને, સિટી કંન્ટ્રોલરૂમને રૂબરૂમાં અથવા ટેલિફોનથી જાણ કરી આવી પ્રવૃત્તિ અટકાવી શકાય.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 06-10-2018