હું શોધું છું

હોમ  |

વિભાગ ઘ્વારા આપવામાં આવતી રાહતો/ પરમીટો
Rating :  Star Star Star Star Star   

તેણે આપેલ રાહતો, પરમીટ કે અધિકૃતી મેળવનારની વિગતો.

૧. હથિયાર પરવાના :-

હથિયાર પરવાનો મેળવવા માટેની અરજી અત્રેની કચેરીએ સ્વીકાવામાં આવે છે. ત્યાર બાદ જે તે વિસ્તારના પો.સ્ટે.ના પો.ઈન્સ.શ્રી / મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી / નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના અભિપ્રાય દિન-3૦ માં મંગાવવામાં આવે છે. જે અભિપ્રાય આવેથી પોલીસ કમિશ્નરશ્રી ફાઈલ ઉપર હુકમ કરે છે. હથિયાર લાયસન્સ ભારતીય નાગરીક હોય, હથિયાર ચલાવવાની આવડત હોય, પાક રક્ષણ માટે, ૭-૧ર ની નકલ અને રહેઠાણના પુરાવા આધારે ત્રણ વર્ષ માટે લાયસન્સ આપવામાં આવે છે. અને તે પછી રીન્યુ કરવામાં આવે છે. જેની ફી રીવોલ્વર / પીસ્તલ રૂ.ર૦૦/-, ગન રૂ.૮૦/-, રાયફલ રૂ.૯૦/- લેવામાં આવે છે.

ર. આહાર ગૃહ નોંધણી પ્રમાણ પત્ર / હોટલ લાયસન્સ :-

આહાર ગૃહ નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી અત્રેની કચેરીએ સ્વીકાવામાં આવે છે. ત્યાર બાદ જે તે વિસ્તારના પો.સ્ટે.ના પો.ઈન્સ.શ્રી / મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી / નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના અભિપ્રાય દિન-3૦ માં મંગાવવામાં આવે છે. જે અભિપ્રાય આવેથી પોલીસ કમિશ્નરશ્રી ફાઈલ ઉપર હુકમ કરે છે. આહાર ગૃહ નોંધણી પ્રમાણપત્ર ભારતીય નાગરીક હોય, જમીનની માલીકીનો પુરાવા તથા સંમતિપત્ર, નકશો, મ્યુ.કોપોર્. નુ નોંધણી પ્રમાણપત્ર, આરોગ્ય ખાતાનું પ્રમાણ પત્ર, આધારે નોંધણી પ્રમાણપત્ર / હોટલ લાયસન્સ ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. અને તે પછી રીન્યુ કરવામાં આવે છે. જેની ફી નોંધણી પ્રમાણપત્ર રૂ.૭પ૦/- અને હોટલ લાયસન્સ રૂ.૧૦૦૦/- લેવામાં આવે છે.

 

3. પફોર્મન્સ પરવાનો :-

 

પફોર્મન્સ પરવાનો મેળવવા માટેની અરજી અત્રેની કચેરીએ સ્વીકાવામાં આવે છે. ત્યાર બાદ જે તે વિસ્તારના પો.સ્ટે.ના પો.ઈન્સ.શ્રી / મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી / નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના અભિપ્રાય દિન-3૦ માં મંગાવવામાં આવે છે. જે અભિપ્રાય આવેથી પોલીસ કમિશ્નરશ્રી ફાઈલ ઉપર હુકમ કરે છે. પફોર્મન્સ પરવાનો ભારતીય નાગરીક હોય, જમીનનું સંમતિપત્ર, આયોજકનું પ્રમાણ પત્ર આધારે પફોર્મન્સ પરવાના આપવામાં આવે છે. જેની ફી રૂ.ર૦/- છે.

 

૪. પેટ્રોલીયમ એન.ઓ.સી. :-

 

પેટ્રોલીયમ એન.ઓ.સી. મેળવવા માટેની અરજી અત્રેની કચેરીએ સ્વીકાવામાં આવે છે. ત્યાર બાદ જે તે વિસ્તારના પો.સ્ટે.ના પો.ઈન્સ.શ્રી / મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી / નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના અભિપ્રાય દિન-3૦ માં મંગાવવામાં આવે છે. જે અભિપ્રાય આવેથી પોલીસ કમિશ્નરશ્રી ફાઈલ ઉપર હુકમ કરે છે. પેટ્રોલીયમ એન.ઓ.સી. ભારતીય નાગરીક હોય, એકસપ્લોઝીવ ડીપર્ટમેન્ટનો એપૃવ નકશો, જમીનના માલીકનું સંમતિપત્ર / પુરાવો, આધારે પેટ્રોલીયમ એન.ઓ.સી. આપવામાં આવે છે.

 

પ. એકસપ્લોઝીવ પરવાના માટે એન.ઓ.સી. :-

 

દારૂખાનાના ધંધા માટે એકસપ્લોઝીવ પરવાનાની એન.ઓ.સી. મેળવવા માટેની અરજી અત્રેની કચેરીએ સ્વીકાવામાં આવે છે. ત્યાર બાદ જે તે વિસ્તારના પો.સ્ટે.ના પો.ઈન્સ.શ્રી / મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી / નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના અભિપ્રાય દિન-3૦ માં મંગાવવામાં આવે છે. જે અભિપ્રાય આવેથી પોલીસ કમિશ્નરશ્રી ફાઈલ ઉપર હુકમ કરે છે. એકસપ્લોઝીવ પરવાના માટે એન.ઓ.સી. ભારતીય નાગરીક હોય, એકસપ્લોઝીવ ડીપર્ટમેન્ટનો એપૃવ નકશો, જમીનના માલીકનું સંમતિપત્ર / પુરાવો, આધારે એકસપ્લોઝીવ પરવાના માટે એન.ઓ.સી. આપવામાં આવે છે.

ફોરેનર્સ શાખામાં થતી કાર્યવાહીની વિગત :-

 

ભારતમાં આવનાર પાકિસ્તાન સિવાયના વિદેશી નાગરીકો માટેના નિયમો

 

(૧) ભારતમાં આવનાર પાકિસ્તાન સિવાયના તમામ વિદેશી નાગરીકો કે જેમના વિઝામાં ખાસ સુચના ન હોય તે સિવાય તમામે છ માસ સુધીના રોકાણ માટે રજીસ્ટ્રેશન કરાવવંુ જરૂરી નથી. પરંતુ તેઓને છ માસ થી વધુ સમય રોકાવવાનું હોયતો તેઓએ છ માસ ની મુદત પુરી થતા પહેલા અત્રે નોધણી કરાવવાની જરૂરી છે. આવા કિસ્સામાં જો છ માસ માં નોધણી ન કરાવે તો લેટ ફી રૂપિયા ૧3૮૦/- ચલણથી ભરવાના રહે છે.

 

(ર) પાકિસ્તાન સિવાયના વિદેશી નાગરીકે મૂળ વિઝાની મુદત પુરી થતા પહેલા બે માસ અગાઉ વિઝા એકસ્ટેન્શન માટે અત્રે અરજી ફોમમાં અરજીઅ ાપવાની હોય છે. જેનો નમુનો આ સાથે છે. આ ફોમ સાથે તેના પાસપોર્ટની ત્રણ ફોટો કોપી (ઝેરોક્ષ) નોંધણી થયાના રેસીડેન્શન પરમીટની ત્રણ નકલ જો સ્ટુડન્ટ હોયતો બોનાફાઈડ સ્ર્ટીફીકેટ પોતાની શાળા/કોલેજ/યુનીવસીર્ટી માંથી મેળવી સાથે રાખવાનું હોય છે. બીજનેશ અથવા એમ્પ્લોયમેન્ટ વિઝાના કિસ્સામાં વિદેશી નાગરીકે તેમની કં૫ની સાથે થયેલ કરારની, કં૫નીએ કેન્‍દ્ર સરકારની મંજુરી લીઘેલાના ૫ત્રની નકલ અને કં૫નીનો ભલામણ્‍ા ૫ત્ર ત્રણ્‍ા કોપીમાં રજુ કરવાનું હોય છે. ૫તિ અગર ૫ત્‍ની તૈકી એક ભારતીય હોય તો તેવા કિસ્‍સામાં મેરેજ સર્ટી તથા ૫તિ/૫ત્‍ની (કેશ મુજબ) નો ભારતીય  પાસપોર્ટ/ડોમીશાઇલ સર્ટી રજુ કરવાનું રહે છે.

 

વિઝા એકસ્ટેન્શન માટે નીચે મુજબની ફી ચલણથી લેવામાં આવે છે.

(અ) છ માસ માટે રૂ.૧૮૪૦/-

(બ) એક વર્ષ માટે રૂ.ર૯૯૦/-

(ક) પાંચ વર્ષ માટે રૂ.પ૯૮૦/-

 

(3) વિદેશી નાગરીક જેઓ ભારત છોડી જવા ઈચ્છતા હોય તેવા નાગરીકોએ તેઓના ભારત છોડવાના ૧૦-દિવસ અગાઉ ના વાંધા પ્રમાણપત્ર (એન.ઓ.સી.) મેળવવા માટે તેઓની રેસીડેન્સીયલ પરમીટ સાથે અત્રેની કચેરીએ અરજી કરવાની હોય છે. જે અંગે સ્થાનીક પો.સ્ટે. મારફતે જરૂરી તપાસ થયા બાદ અત્રેની કચેરીએથી એન.ઓ.સી.આપવામાં આવે છે.

 

(૪) ભારતમાં વસતા વિદેશી નાગરીક કે જેઓ લાંબાગાળાથી ભારતમાં રહેતા હોય અને ભારતમાં મરણ પાસે ત્યારે તેઓના સગા સંબધીઓ મારફતે મરણ અંગેનું સર્ટી.મેળવી કલેકટર શ્રી વડોદરા શહેર ની કચેરી દ્વારા વેરીફાઈ કરાવી મરનારનુ નામ કમી કરવા અંગે રાજય સરકાર શ્રી તરફ મરણ અંગેનું પ્રમાણપત્ર મોકલવામાં આવે છે.

 

(પ) જયારે કોઈ વિદેશી નાગરીક ભારતનું નાગરીકત્વ મેળવવા માટે ઈચ્છા ધરાવતા હોય તો તેઓ સંળગ પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે ભારતમાં રહેતા હોય તેવા વિદેશી નાગરીકો કલેકટર શ્રીને અરજી કરી શકે અને તે અરજી વેરીફીકેશન માટે અત્રેની ફોરેનર્સ શાખામાં આવે છે. અત્રેથી સબંધી પો.સ્ટે. મારફતે વેરીફીકેશન કરાવી અધિક પોલીસ મહાનિદેષક શ્રી ઈન્ટેલીજન્શ ગુ.રા. ગાંધીનગર તરફ મોકલવામાં આવે છે.

 

(૬) જે વિદેશી નાગરીકને બીજા દેશના વિઝા મેળવવા માટે ની અરજી કરવાની હોય અને પોલીસ કલીયરન્શની જરૂર હોય ત્યારે તેવા વિદેશી નાગરીકો પોલીસ કલીયરન્શ માટેની અરજી કરી શકે છે. જે વિદેશીની અરજીની સ્થાનીક પો.સ્ટે.મારફતે પોલીસ તપાસ કરાવ્યા બાદ પોલીસ કલીયરન્શ આપવામાં આવે છે.

 

ભારતમાં આવનાર પાકિસ્તાન નાગરીકો માટેના નિયમો

 

(૭) પાક નાગરીકે વડોદરા શહેરમાં આવ્યાના ર૪ કલાકમાં રજીસ્ટેશન કરાવવાનું ફરજીયાત છે. જો ર૪ કલાકમાં રજીસ્ટેશન ન કરાવેતો તેઓને લેટ ફી રૂ.૧3૮૦/- ચલણથી ભરવાની થાય છે. તેમજ તેઓને બીજા સ્થળના વિઝા હોય ત્યાં અથવા ભારત છોડી જવા માટે ર૪ કલાક દરમ્યાન રવાનગીની નોંધ કરાવવાની રહે છે.

 

પાક નાગરીક હિન્દુ માઈનોરીટી પાકિસ્તાન ભારતમાં વધુ સમય રહેવા ઈચ્છે તો તેઓના વિઝા સમય દરમ્યાન લાંબા ગાળાના વિઝા વધારવાની અરજી કરી શકે છે. જેમાં નીયત ફોમમાં અરજી કરવાની રહે છે. જેમાં નીચે મુજબના દસ્તાવેજો ત્રણ નકલમાં રજુ કરવાના રહે છે.

 

(એ) ઈન્ડેમનીટી બોન્ડ (નીયત મુજબનું સોગંદનામું) રૂ. ૮૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ કરાવી રજુ કરવાનું રહે છે. (નમુનો પેટામાં સામેલ છે.)

(બી) સગા સંબધી જેની સાથે રહેવા ઈચ્છે છે. તેઓના રહેઠાણના પુરાવા

(સી) પાસપોર્ટ, રેસીડેન્શલ પરમીટની નકલ

(ડી) રૂ.૧પ/- ચલણથી વિઝા ફી પેટે ભરવાના રહેશે.

 

મુસ્લીમ મહિલા ભારતીય પતિ સાથે રહેવા માટે લાંબાગાળાની અરજી કરી શકે છે. જેમાં ઉપર મુજબના દસ્તાવેજો ઉપરાંત લગ્નનું પ્રમાણપત્ર અને પતિના ભારતીય પાસપોર્ટ /ડોમીસાઈલ સર્ટી રજુ કરવાનું રહે છે.

 

જો કોઈ ભારતમાં જન્મેલ અને પાકિસ્તાનમાં લગ્ન કરી પાકિસ્તાની રાષ્ટ્રીયતા મેળવેલ હોય તેવા કિસ્સામાં મહિલાના પતિના મુત્યુ બાદ તે વિધવા / અથવા તો ડાયવોર્સ થયેલી મહિલા કે જેનો પાકિસ્તાનમાં કોઈ આધાર ના હોય તે ભારતમાં આવ્યા બાદ લાંબાગાળાના વિઝા માટે અરજી કરી શકે છે.

 

ટુંકા ગાળાના વિઝા વધારવાની અરજી અત્રેની કચેરીએ સ્વીકારવામાં આવતી નથી. ફકત જે પાક નાગરીક મેડીકલ વિઝા ઉપર આવેલ હોય અને સારવાર અંગે વિઝા વધારવાની જરૂર પડેતો તેવા કિસ્સામાં સરકારી દવાખાના સર્ટીફીકેટ ઉપર અરજી કરી શકે. જે સરકારમાં મંજુરી અથેર્ મોકલવામાં આવે છે.

 

જે કોઈ પાક નાગરીકને તેઓને પાક હાઈકમીશન દ્વારા આપવામાં આવેલ સ્થળો (જગ્યાઓ) સિવાયના સ્થળે કોઈ કારણસર જરૂર પડેતો તેઓએ તે સ્થળ માટેના એડીશ્નલ વીસા માટેની અરજી કરવાની હોય છે. જે મંજુરી થયેથી તે સ્થળ માટેની મુલાકાત લઈ શકે છે. લગ્ન બાદ જો પાક સ્ત્રી (હિન્દુ માઈનીરોટીની) તેઓના આવ્યા સમયના વીસા સ્થળ સિવાય રહેઠાણ બદલવા ઈચ્છે તેવા હિસ્સામાં એડીશ્નલ વીસા મંજુરી મેળવ્યા બાદ તે સ્થળે રહેવા જઈ શકે.

 

વડોદરા શહેર સ્પેશ્યલ બ્રાન્ચ ખાતે પાસપોર્ટ અરજીઓ અંગે કરવામાં આવતી કામગીરીની માહિતી મુદ્દાવાઈઝ નીચે મુજબ છે.

 

મુદ્દા નં.-ર : વડોદરા શહેર પાસપોર્ટ કલેકરન સેન્ટર ખાતે નવા પાસપોર્ટ મેળવવા ઈચ્છતા અરજદારોની પાસપોર્ટ અરજીઓ આ સાથે સામેલ પત્રક મુજબ ના જરૂરી દસ્તાવેજો સાથે આર.પી.ઓ અમદાવાદ વતીથી સ્વીકારવામાં આવે છે. પાસપોર્ટ રીન્યુઅલ કરવાના હોતા નથી પરંતુ પાસપોર્ટ પુરો થયે નવો પાસપોર્ટ મેળવવા માટે જુના પાસપોર્ટની ઝેરોક્ષ નકલ તથા આ સાથે સામેલ પત્રક મુજબ ના જરૂરી દસ્તાવેજો સાથે નવુ જ ફોમ ભરી રજુ કરવાનું રહે છે.

 

મુદ્દા નં.-3 : નવો પાસપોર્ટ મેળવવા માટે અરજદાર શ્રીએ પાસપોર્ટ ફોમ જનરલ પોસ્ટ ઓફીસમાંથી મેળવી પોતાના હસ્તાક્ષરમાં ભરી ત્રણ (3) નકલમાં આ સાથે સામેલ પત્રક મુજબ ના જરૂરી દસ્તાવેજો સાથે અત્રે રજુ કરવાનું રહે છે. અત્રેની કચેરીએ સ્વીકારવામં આવેલ પાસપોર્ટ અરજી જેતે અરજદારના રહેઠાણના પો.સ્ટે.માંથી વેરીફાઈ કરાવ્યા બાદ ધ રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે. ત્યાર બાદ આશરે ર-મહિના સુધીમાં પાસપોર્ટ ધ રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ઓફીસેથી કુરીયર દ્વારા અરજદારના ઘરે મોકલવામાં આવે છે.

 

મુદ્દા નં.-૪ : પાસપોર્ટ અરજીની પોલીસ તપાસનો સમયગાળો ૧પ-દિવસનો હોય છે.

 

મુદ્દા નં.-પ : આર.પી.ઓ અમદાવાદ વતીથી વડોદરા શહેર કલેકશન સેન્ટર ખાતે સ્વીકારવામાં આવતી પાસપોર્ટ અરજીઓ તથા ધ રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ તરફથી સ્વીકારવામાં આવતી પાસપોર્ટ અરજીઓના વેરીફીકેશન રીપોર્ટ અરજદારના રહેઠાણના પો.સ્ટે.માં વેરીફીકેશન માટે મોકલવામાં આવે છે. અને અરજદારોને વેરીફીકેશનમાં જવામાટે અત્રેની કચેરીએથી તારીખ તથા સમય જણાવવામાં આવે છે. પો.સ્ટે.થી વેરીફીકેશન રીપોર્ટ અત્રેની કચેરીએ મળ્યા બાદ ફાઈનલ ફોમ ભરી ધ રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે.

 

વડોદરા શહેર સ્પેશ્યલ બ્રાન્ચ ખાતે થી ભારતીય નાગરીકોની પી.સી.સી. સર્ટિફીકેટ અંગે કરવામાં આવતી કાર્યવાહી મુદ્દાવાઈઝ નીચે મુજબ છે.

 

મુદ્દા નં.૧ :પોલીસ કલીયરન્સ સર્ટિફીકેટની અગત્યતા(૧) ઈમીગ્રેશન વીઝા માટે (ર) નોકરી માટે

મુદ્દા નં.ર અરજી કોરા કાગળ ઉપર લેખિતમાં આપવી તેના ઉપર કોર્ટ ફી સ્ટેમ્પ એક રૂપિયાની લગાડવી. ઈમીગ્રેશન વીઝા માટે પાસપોર્ટની ઝેરોક્ષ, રેસીડન્સી પુરાવામાં લાઈટબીલ, રેશનીગ કાર્ડની ઝેરોક્ષ

 

મુદ્દા નં.3 : અરજી આપ્યા બાદ જે તે પો.સ્ટે. તરફ મોકલવામાં આવે છે.

 

મુદ્દા નં.૪ : જે તે પો.સ્ટે. નો રીપોર્ટ આવ્યા બાદ રૂ.ર૦/- નું ચલણ આપી ટ્રેઝરી મારફતે ભરાવવામાં આવે છે.

મુદ્દા નં.પ : સર્ટિફીકેટ ચાર થી પાંચ માસ માટે માન્ય રખાય છે.

 

મુદ્દા નં.૬ :  સર્ટિફીકેટ રીન્યુ કરવામાં આવતુ નથી. નવી અરજી આપવી.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 09-01-2018